આઝાદી પછીની પહેલી ચૂંટણીથી અત્યાર સુધી મતદાન કરનારા સુરતના વડીલ ગંગાબેન બાબરિયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નવા મતદારો મતલબ કે હમણાં જ પહેલી વખત મતાધિકાર મેળવીને મત કરવાના છે તેવા મતદારો મતદાન કરવા માટે ઉત્સાહિત છે, ત્યારે ઘણા એવા મતદારો પણ છે જેમને આપણે વડીલ મતદાર કહીએ છીએ. તે મતદારોએ ઘણી સરકારોને આવતી જતી જોઈ છે, ઘણા નેતાઓને પણ આવતા અને જતા જોયા છે, ચૂંટણીના પ્રચાર પ્રસારમાં થયેલા વર્ષો સુધીના ફેરફારોને પણ જોયા છે અને બેલેટ પેપરથી માંડીને ઈવીએમ સુધીનો મતદાન તૈયારીઓની તૈયારીઓનો માહોલ પણ જોયો છે. આવા જ એક મતદાતા છે સુરતના ચોર્યાસી વિધાનસભાના 104 વર્ષિય ગંગાબેન બાબરિયા. ગંગાબેન જેટલા ઉંમરલાયક મતદાતાઓ ગુજરાતમાં ઘણા છે. હાલ વાત કરીએ ગંગાબેનની તો તેમણે આઝાદી પછીની પહેલી ચૂંટણીથી માંડીને અત્યાર સુધીની ચૂંટણીઓ જોઈ છે અને તેમાં મતદાન કરી ચુક્યા છે.

મતદાનનો ઉત્સાહ હજુ પણ એવો જ
સુરતના ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં 104 વર્ષીય ગંગાબેન બાબરિયા એવા મતદાર છે કે જેમણે આઝાદી પછીની પ્રથમ ચૂંટણીથી અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ત્યારે ફરી એકવાર તે 1લી ડિસેમ્બરે મતદાન કરવા માટે પણ ઉત્સાહિત છે.

મતદાનની એક પણ તક ચુક્યા નથી
સુરતના સચિન વિસ્તારમાં રહેતો બાબરિયા પરિવાર ફરી એકવાર લોકશાહીના પર્વમાં ભાગ લેવા તૈયાર છે. આ ચૂંટણી આ પરિવાર માટે પણ ખાસ છે કારણ કે 104 વર્ષીય ગંગાબેન બાબરિયા પણ એક એવા મતદાર છે જેમણે આઝાદી પછીની પ્રથમ ચૂંટણીથી અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને ફરી એકવાર તેઓ 1 ડિસેમ્બરે મતદાન કરવા માટે ઉત્સાહિત છે. ગંગાબેનને યાદ નથી કે આઝાદી પછી શું થયું. પરંતુ, તેમણે મતદાન કરવાની એક પણ તક છોડી ન હતી. ગંગાબેન અંગે તેમના પૌત્ર કહે છે કે દરેક ચૂંટણી પહેલા તેમના પિતા ગંગાબેનને મતદાન કરવા લઈ જતા હતા, પરંતુ આ વખતે ચૂંટણી પંચે વૃદ્ધ સિનિયર સિટીઝન ઘરે બેઠા મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરી છે. તેમ છતાં અધિકારીઓ નહીં આવે તો તેમને મતદાન મથક સુધી તેઓ લઈ જશે.

ADVERTISEMENT

ચૂંટણી પંચની તૈયારીઓ
નોંધનીય છે કે, પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં સુરત શહેર અને જિલ્લામાં આવા 447 જેટલા મતદારો છે જેમની ઉંમર 80 વર્ષથી વધુની છે અને આવા મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT