Surat News: ગુજરાત સરકારના આદિજાતિ મંત્રીને કેમ ભાગવું પડ્યું !- Video
Surat News: ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ દ્વારા વ્યારા ખાતેના કાર્યક્રમમાં આદિવાસીઓના આંદોલનને કચડી નાખવા માટે ભાજપ કાર્યકરોને આહવાન કર્યું હતું. મંત્રીના…
ADVERTISEMENT
Surat News: ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ દ્વારા વ્યારા ખાતેના કાર્યક્રમમાં આદિવાસીઓના આંદોલનને કચડી નાખવા માટે ભાજપ કાર્યકરોને આહવાન કર્યું હતું. મંત્રીના આ નિવેદનના આદિવાસી સમાજમાં પડઘા પડ્યા હતા. જે બાબતે આજે વ્યારા સર્કિટ હાઉસ ખાતે આદિવાસી સમાજના આગેવાનો જનરલ હોસ્પિટલ વ્યારાના ખાનગીકરણ મુદ્દે મંત્રીને મળ્યા હતા. જ્યાં સવાલ કરતા મંત્રી ઉશ્કેરાઈ ગયા હતા અને ટેબલ ઠોકીને ચાલતી પકડી હતી. જુઓ આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિનો આ ભાગવાનો અંદાજ !
Ambaji Bhadarvi Poonam Update: પગપાળા ભક્તો સાથે અમદાવાદથી અંબાજી પહોંચી 52 ગજની ધજા, કરો દર્શન
ટેબલ પર પછાડ્યા નેતાજીએ હાથ
લોકોની રજૂઆતોથી, પ્રશ્નોથી નેતાઓ કેટલા પરેશાન થઈ જતા હોય છે તેનું એક લાઈવ દ્રશ્ય આજે લોકોને જોવા મળે તેમ છે. આદિવાસી સમાજને કચડી નાખવા કાર્યકરોને આહવાન કરનારા નેતાને જ્યારે લોકોએ કામની બાબતના પ્રશ્નોથી ઘેરી લીધા ત્યારે ટેબલ પર હાથ પછાડીને તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. આદિવસી સમાજના આગેવાનો જનરલ હોસ્પિટલના ખાનગીકરણ મામલે પ્રશ્નો પુછવા લાગ્યા હતા અને તેમાં મંત્રીએ ભાગી જવું પડ્યું હતું.
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT
ADVERTISEMENT