સુરતમાં સામુહિક આપઘાતની ઘટના, પતિએ પત્ની-બાળકને ઝેરી દવા પીવડાવી પોતે જીવન ટૂંકાવ્યું
Surat News: સુરતમાં સામુહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના લીંબાયત વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. જેમાં પિતાએ પોતાના જ બાળક અને પત્નીને પહેલા ઝેરી દવા આપીને મારી નાખ્યા અને બાદમાં પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો.
ADVERTISEMENT
Surat News: સુરતમાં સામુહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના લીંબાયત વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. જેમાં પિતાએ પોતાના જ બાળક અને પત્નીને પહેલા ઝેરી દવા આપીને મારી નાખ્યા અને બાદમાં પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફળો સ્થળ પર પહોંચ્યો હતો અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં પરિવારના સામુહિક આપઘાતનું કારણ સામે આવ્યું નથી.
આ પણ વાંચો: Surat: AAPના કોર્પોરેટર જીતુ કાછડીયાના બંગલામાં લાગી ભીષણ આગ, દાઝી જતાં 17 વર્ષીય પુત્રનું મોત
પરપ્રાંતિય પરિવારનો સામુહિક આપઘાત
વિગતો મુજબ, સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા રૂસ્તમ પાર્કમાં એક પરપ્રાંતિય પરવાર રહેતો હતો. પરિવારમાં પતિ પત્ની અને 7 વર્ષનું બાળક હતું. જોકે કોઈ કારણોસર પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા પીવડાવીને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો હતો. મૃતકે તેલુગુ ભાષામાં એક વીડિયો પણ બનાવ્યો છે અને ઘટના સ્થળેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે.
આ પણ વાંચો: કાર ધોઈ કે ઝાડને પાણી આપ્યું તો થશે 5 હજાર રૂપિયાનો દંડ, આ શહેરમાં નવું ફરમાન જાહેર કરાયું
આપઘાતનું કારણ અકબંધ
કયા કારણોસર પરિવારે આ રીતે સામુહિક આપઘાત કરી લીધો તે સામે આવ્યું નથી. જોકે એકસાથે 3 લોકોના આપઘાતની ખબર મળતા જ પોલીસ દોડતી થઈ હતી અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. સામુહિક આપઘાતની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT