Surat News: 6.56 કરોડના ચરસ સાથે માછીમારની ધરપકડ, મળેલા ચરસથી કરોડપતિ થવાની લાલચ થઈ અને…

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat News: ‘સુરત શહેરમાં ડ્રગ્સ નહીં’ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ચલાવવામાં આવી રહેલા ડ્રગ્સ સામેના અભિયાન અંતર્ગત પોલીસને વધુ એક સફળતા મળી છે. સુરત પોલીસે 6.56 કરોડની કિંમતના અફઘાની હશિશ (ચરસ)ના પેકેટ સાથે દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારની ધરપકડ કરી છે. સુરત પોલીસે આ કેસમાં મોટી સફળતા હાંસલ કરી છે.

માછીમાર માછલી પકડવા ગયો અને મળ્યું ચરસ

સુરત નજીકના દરિયા કિનારેથી દાવો ન કરાયેલું અફઘાન હાશિશ શોધવાની પ્રક્રિયા ચાલુ છે. થોડા દિવસો પહેલા સુરતની SOG ટીમે રૂપિયા 4.15 કરોડની કિંમતના બિનવારસી હશીશ વેચવા બદલ પાંચ અલગ-અલગ લોકોની ધરપકડ કરી હતી. હવે ફરી એકવાર સુરત ક્રાઈમ બ્રાન્ચે 6.56 કરોડની કિંમતના હશીશ સાથે માછીમારને ઝડપી લીધો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલો આ માછીમાર જિતેન્દ્ર જગદીશ પટેલ છે, જે દરિયામાં માછલી પકડતો હતો. થોડા દિવસો પહેલા, તે દરિયામાં માછીમારી કરવા ગયો હતો ત્યારે તેને ત્યજી દેવાયેલી હાલતમાં અફઘાની ઉચ્ચ શુદ્ધતા લખેલા હાશીશના કેટલાક પેકેટ મળ્યા હતા.

ADVERTISEMENT

RAJKOT માં ફૂડ માર્કેટનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો દટાયા, 1 મોતની આશંકા

શું કહે છે સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP રુપલ સોલંકી

માછીમાર જીતેન્દ્ર જગદીશ પટેલે ચરસના આ પેકેટ વેચવાના ઈરાદે રાખ્યા હતા. આ બાબતની સુરત ક્રાઈમ બ્રાન્ચને જાણ થતાં તેઓએ વોચ રાખવાનું શરૂ કર્યું હતું અને વોચ રાખી જીતેન્દ્ર જગદીશ પટેલ બાઇક પર ચરસ સપ્લાય કરવા જતો હતો ત્યારે તેને પકડી લીધો હતો. તે જ સમયે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે માછીમાર જીતેન્દ્ર જગદીશ પટેલને રોકીને તલાશી લેતા તેની પાસેથી 13 પેકેટ ચરસ મળી આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા માછીમાર જીતેન્દ્ર જગદીશ પટેલ પાસેથી મળી આવેલા પેકેટમાંથી 13 કિલો 127 ગ્રામ હશીશ મળી આવ્યું હતું. જ્યારે તે દરિયામાં માછીમારી કરવા જતો હતો ત્યારે તેની પાસેથી મળી આવેલા હાશિશના પેકેટ ત્યજી દેવાયેલા મળી આવ્યા હતા. તેણે આ હશીશ પેકેટોને વેચવાના ઈરાદે સુરક્ષિત રીતે રાખ્યા હતા અને તે વેચવા જતા તે ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી મળી આવેલા હશીશની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 6 કરોડ 56 લાખ 35 હજાર રૂપિયા આંકવામાં આવી છે.

(સંજયસિંહ રાઠોડ, સુરત)

    follow whatsapp

    ADVERTISEMENT