Surat News: 'લગ્નમાં આમંત્રણ નથી તો પણ કેમ આવ્યો' કહીને યુવકને ઝીંકી દીધા છરીના ઘા

ADVERTISEMENT

Surat News
સુરતમાં ગુનેગારો બેફામ
social share
google news

Surat Crime News: હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે તો આવા શુભ પ્રસંગે સુરતના વેસુ વિસ્તારથી જાહેરમાં હુમલો કરાયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

સુરતમાં ગુનેગારો બેફામ

સુરતએ રાજ્યના ગૃહ વિભાગના મંત્રી હર્ષ સંઘવીનું શહેર છે પરંતુ કાયદો વ્યવસ્થાનું ત્યાં જાહેરમાં ઉલ્લંધન થતું દેખાય રહ્યું છે. એવું લાગી રહ્યું છે આવા ગુનેગારોને પોલીસની જરાક પણ બીક નથી. હાલ સુરતના વેસુ વિસ્તારમાં એવી એક ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિને લગ્નમાં આમંત્રણ ન હોવા છતાં પણ તે ત્યાં જમવા પહોંચ્યો હતો આ બાબતે  બંને વચ્ચે ઉગ્રહ બોલાચાલી થઇ અને કેમ આવ્યો તેવું કહેતા ચપ્પુના ઘા જીકી દીધા હતા. 

હુમલા ખોર ચિરાગ પટેલની ધરપકડ

હુમલા ખોર ચિરાગ પટેલે નીરજ પટેલ અને અન્ય લોકો પર ચપ્પુથી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થયેલી જોવા મળી. પોલીસને ઘટનાની જાણ થતા તરત જ તેને હુમલાખોર ચિરાગ પટેલની ધરપકડ કરી હતી. એવું પણ જાણવા મળે છે કે આ હુમલાખોરે અગાઉ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT