સુરતમાં મેટ્રો રેલ પ્રોજેકટમાં કામ કરી રહી છે SP સિંગલા કંપની, ગંગાપુલની હાલતથી ચિંતાતુર બન્યા સુરતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ બિહારમાં ગંગા નદી પર બનાવાયેલા પુલને પડતો વીડિયો સોશ્યલ મીડિયા પર લગભગ દરેકે જોયો હશે. જોકે આ વિવિદીત રહેલા બ્રિજને લઈને ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે. એક તરફ વિપક્ષ તો બીજી તરફ સત્તાપક્ષ સામ સામે આ મામલાને લઈને એક બીજા પર પ્રહારો કરી રહ્યા છે. પરંતુ શું આપને ખબર છે કે આ બ્રિજ બનાવનારી એ જ ખાનગી કંપની દ્વારા ગુજરાતના સુરતમાં પણ એક સરકારી પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. એમાં પણ જેવો તેવો પ્રોજેક્ટ નહીં, કરોડોના એવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે કે તેમાં લોકોની જીંદગીને તે સીધી અસર કરશે. આ કંપની અહીં મેટ્રો રેલ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

CANADA માંથી સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને કાઢી મુકવાની તૈયારી, PM ટ્રુડોએ કરી મોટી જાહેરાત

વિરોધ કરતા ભાજપની સત્તામાં પણ આ કંપનીને મળ્યું કામ…!
બિહારના ભાગલપુરમાં ગંગા નદી ઉપર 1700 કરોડ રૂપિયા ના ખર્ચે બની રહેલા બ્રીજ તૂટી પડવાથી બિહાર સરકાર અને બ્રિજ બનાવતી કોન્ટ્રાક્ટ કંપની એસપી સીંગલા સામે ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. બિહારમાં વિપક્ષમાં બેસેલી ભાજપ પણ ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહી છે. આ વિવાદની વચ્ચે ગુજરાતમાં પણ જ્યાં ભાજપની સત્તા છે ત્યાં પણ અનેક જગ્યાઓ પર એસપી સિંગલા કંપની કોન્ટ્રાક્ટ હેઠળ વિકાસ કાર્યો કરી રહી છે. રાજ્યના સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પણ 26% ની ભાગીદારી સાથે એસપી સિંગ્લા કંપની 11.6 km ના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કામ કરી રહી છે ત્યારે સુરતીઓ ચિંતાતુર બન્યા છે અને કહી રહ્યા છે કે, જે રીતે બિહારમાં કંપનીએ બ્રિજ બનાવી રહી હતી અને તે બ્રિજ તૂટી પડ્યો છે. એ જ રીતે સુરતમાં પણ એસ પી સિંગ્લા કંપની મેટ્રો રેલ પ્રોજેક્ટ બનાવી રહી છે ત્યારે જવાબદાર અધિકારીઓ માલ મટીરીયલની ગુણવત્તા ઉપર ધ્યાન આપે જેથી કરીને ભવિષ્યમાં બિહાર જેવી ઘટના અહિયાં કોઈ ના બને.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT