સુરતમાં મહેસાણાનો પટેલ છે મોટો ‘યોગી ભક્ત’: કરે છે 8 વર્ષથી યોગી આદિત્યનાથની નિત્યપૂજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર રંગારંગ પ્રચાર ચાલી રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એવા જ એક ભક્ત જોવા મળ્યા છે જેમણે યોગીના નામ પર જ પોતાનો ધંધો જ રાખ્યો નથી, પરંતુ તે યોગીની તેમની ઓફિસમાં નિયમિત પૂજા કરે છે. આટલું જ નહીં, તેમણે પોતાની બાજુમાં એક અલગ ખુરશી રાખી છે જેના પર યોગીની તસવીર મૂકવામાં આવી છે.

ઓફીસનો માહોલ જ ઉત્તર પ્રદેશના ભાજપ નેતાની ઓફીસ જેવો
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી આ ઓફિસને જોઈને એક ક્ષણ માટે તમને લાગશે કે આ ઉત્તર પ્રદેશના કોઈ બીજેપી નેતાની ઓફિસ છે. પરંતુ, ના, આ એક એવા વ્યક્તિનું કાર્યાલય છે જે યુપીના સીએમ યોગી આદિત્યનાથને ખૂબ પ્રેમ કરે છે અથવા કહીએ કે તે યોગીના ભક્ત છે. હા, ગુજરાતના સુરતમાં રહેતા વિમલ પટેલ વાસ્તવમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના રહેવાસી છે. વિમલની યોગી ભક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે ઘરથી લઈને ઓફિસ અને કપડાંથી લઈને કાર સુધી માત્ર કેસરી રંગનો જ ઉપયોગ કરે છે. વ્યવસાયે રિયલ એસ્ટેટ એજન્ટ વિમલે પોતાની ઓફિસનું નામ પણ યોગી એસ્ટેટ રાખ્યું છે. આટલું જ નહીં, તેમણે પોતાની ઓફિસની દીવાલો પર યોગી અને મોદીની તસવીરો લગાવી દીધી છે. તેમની યોગી ભક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે યોગી માટે તેમની ઓફિસમાં તેમની બાજુમાં એક ખુરશી મૂકી છે, જેના પર યોગીનું ચિત્ર અને પ્રતીકાત્મક બુલડોઝર પણ મૂકવામાં આવ્યું છે.

ADVERTISEMENT

અગરબત્તી સાથે કરે છે પુજા
વિમલ પટેલ દરરોજ કેસરી રંગની કારમાં ઓફિસ પહોંચે છે અને પછી રોજની જેમ યોગીના ફોટોની પૂજા કરવા લાગે છે. વિમલ પટેલ રોજ ઓફિસમાં ભગવાનની પૂજા કરે છે, પરંતુ તેની સાથે તેઓ યોગી આદિત્યનાથની પણ અગરબત્તી સાથે પૂજા કરે છે. યોગી આદિત્યનાથ પ્રત્યે વિમલ પટેલની નિષ્ઠા છેલ્લા 8 વર્ષથી છે. છેલ્લા 8 વર્ષથી તેઓ યોગી આદિત્યનાથની તસવીર તેમના પાર્ટનરની ખુરશી પર તેમની ઓફિસમાં પોતાની ખુરશીની બાજુમાં રાખે છે અને તે ખુરશી પર રાખેલી તસવીરની પૂજા કરે છે. વિમલ પટેલ પાસે કોઈ બિઝનેસ પાર્ટનર નથી એટલે બાજુની ખુરશી પર બેઠેલા યોગી આદિત્યનાથની તસવીર આડકતરી રીતે પાર્ટનર અને પ્રભુ તરીકે અનુભવીને તેઓ પોતાનો બિઝનેસ કરે છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

યોગીને પગે લાગ્યા અને કહ્યું હું ધન્ય થયો
તે પોતે કટ્ટર સનાતની છે. યોગી આદિત્યનાથને સંસદમાં બોલતા સાંભળતા હતા, તેમને તેમનું ભાષણ અને તેમની શૈલી પસંદ હતી. છેલ્લા 8 વર્ષથી તેઓ યોગી આદિત્યનાથના મોટા ભક્ત બની ગયા છે. ઘણા સમયથી તેઓ યોગી આદિત્યનાથને મળવાના પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ તેમને મળવું શક્ય નહોતું. શુક્રવારે જ્યારે સીએમ યોગી આદિત્યનાથ સુરતના ગોડાદરા વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા ત્યારે વિમલ પટેલે તેમને બુલડોઝર અર્પણ કરતાં તેમના પગે પ્રણામ કર્યા હતા. યોગીને મળ્યા બાદ વિમલ પટેલ ભાવુક થઈ ગયા, તેમણે કહ્યું કે હવે મારું જીવન ધન્ય બની ગયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT