સુરતમાં પરિણીત કૌટુંબિક મામા ભાણેજને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયા, 3 વર્ષ સુધી શોષણ કર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: સુરતમાં દુષ્કર્મનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીત કૌટુંબિક મામાએ જ ભાણેજને પ્રેમજાળમાં ફસાવી અને ભગાડી ગયો હતો. આ બાદ 3 વર્ષ સુધી ભાણેજને બળજબરીપૂર્વક પોતાની સાથે રાખીને તેનું શારીરિક શોષણ કરતો રહ્યો. આખરે મામાના ત્રાસથી બચવા યુવતી પોતાના ગામમાં પરત આવી ગઈ. તો આરોપીએ ત્યાં આવીને તેને માર માર્યો અને બાદમાં ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખી દીધી. હાલમાં પીડિત ભાણેજને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જણાઈ રહ્યું છે.

ઘરે આવતી ભાણેજને પ્રેમજાળમાં ફસાવી
વિગતો મુજબ, સુરત જિલ્લાના દેલાસા ગામમાં રહેતો અને કારખાનામાં સુપરવાઈઝર તરીકે કામ કરતો નિકુંજ પટેલ પ્રેમલગ્ન કરી પત્ની સાથે દેલાસા ગામમાં રહેતો હતો. નિકુંજ પરિણીત હોવા છતાં મામાના ઘરે આવેલી ભાણેજ પ્રિયા (નામ બદલ્યું છે)ને પ્રેમજાળમાં ફસાવી હતી અને 3 વર્ષ પહેલા 2020માં તેને ભગાડી ગયો હતો. બીજી તરફ પરિવારજનોએ પ્રિયાની શોધખોળ કરતા તે ન મળી. આથી રાંદેર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી.

યુવતી ઘરે ભાગી આવતા માર માર્યો
નિકુંજના ત્રાસથી કંટાળીને પ્રિયા ચાર દિવસ પહેલા તેના ગામમાં ભાગીને આવતી રહી હતી. જેને લઈને ગુસ્સામાં રહેલો નિકુંજે પ્રિયાને માર માર્યો હતો. એટલું જ નહીં તેના ગુપ્તાંગમાં પણ મરચાની ભૂકી નાખીને ઈજા પહોંચાડી હતી. ભાણેજ પર મામાએ હેવાનિયતની હદ પાર કરતા તેની તબિયત લથડી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ મામલે ઓલપાડ પોલીસને જાણ કરવામાં આવાતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT