સુરતમાં કોલગર્લ સાથે OYO રૂમમાં મજા કરવાના ચક્કરમાં ફોટો જોઈને લલચાયેલા મેનેજરે લાખો ગુમાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: સુરતમાં કોલગર્સ સાથે OYO રૂમમાં મજા કરવાના ચક્કરમાં ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવકે 1.73 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. મેનેજરની પોલીસ ફરિયાદ બાદ કોલ ગર્લ પૂરી પાડવાના નામે લોકોને પોતાની જાળમાં ફસાવીને પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. જે બાદ પોલીસે રાજસ્થાનમાંથી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો.

ગૂગલ પરથી યુવકે શોધ્યો હતો નંબર
ઘટનાની વિગતો મુજબ, સુરતમાં સોમનાથ સોસાયટીમાં રહેતા અને ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવકે ગત નવેમ્બર 2022માં ગૂગલ સર્ચથી મળેલા નંબર પર ફોન કરીને રૂમ અને છોકરી બુકિંગ માટે કહ્યું હતું. આથી તેને 499માં રૂમ બુક કરવા ટ્રાન્સફર કરવા કહેવાયું. આથી યુવકે પૈસા ટ્રાન્સફર કર્યા. બાદમાં એક યુવકે મેનેજરને ફોન કરીને સહારા દરવાજા નજીક ન્યુ ઓવરબ્રિજના નાકે આવેલી OYO હોટલમાં બોલાવ્યો હતો. આથી યુવકે ત્યાં પહોંચીને તેને ફોન કરતા વોટ્સએપ પર કેટલીક છોકરીઓના ફોટો આવ્યા હતા. જેમાંથી મેનેજરે એક છોકરી પસંદ કરી તે ફોટો મોકલ્યો હતો. જેના બદલામાં તેને 1.73 લાખ ટ્રાન્સફર કરવા કહેવાયું.

પૈસા આપ્યા બાદ કોલગર્લ જ ન આવી
આ બાદ મેનેજરે પૈસા ટ્રાન્સફર કરી દીધા પરંતુ હોટલ નીચે ઘણો સમય ઊભા રહેવા છતાં કોઈ છોકરી ન આવતા મેનેજરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. આથી તેણે સુરતમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભેજાબાજોને પકડવા માટે કામગીરી શરૂ કરી હતી. જેમાં મેનેજરે જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા તેની ID અને મોબાઈલ નંબર મેળવીને મોબાઈલ ધારક રવિની ધરપકડ કરી હતી. જેમાં સમગ્ર મામલે તેનો ભાઈ હોવાનું સામે આવ્યું હતું અને તે રાજસ્થાનમાં છુપાયો હતો. આથી પોલીસે પાર્સલ ડિલિવર કરવાના નામે પહેલા આરોપીનો નંબર મેળવ્યો અને બાદમાં તેને ફોન કરીને પાર્સલ લેવા માટે બોલાવ્યો. તે આવતા જ રાજસ્થાનના ડુંગરપુરથી સુરત પોલીસને તેને ઝડપી લીધો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT