સુરતમાં રસ્તે જતા યુવકના ફોન માટે બાઈક સવારોએ કરી હત્યા, CCTVમાં કેદ થઈ મર્ડરની આખી ઘટના

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: શહેરમાં ગુનેગારોના આતંક એટલો વધી ગયો છે કે તેઓ રસ્તામાં પણ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. સુરત શહેરના સચિન વિસ્તારમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મજૂર યુવકનો મોબાઈલ છીનવવા આવેલા ત્રણ બાઇક સવારોએ તેને ઠોકર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને મોબાઈલ છીનવીને ભાગી ગયા હતા. મજૂરની હત્યાની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. ત્રણેય હત્યારાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

રાત્રે રોડ પર ચાલતા મજૂરની હત્યા
સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મજૂરો મોટા પાયે કામ કરે છે. આ પૈકી એક શ્રમિક સની મોબાઈલ લઈને આગળ જઈ રહ્યો હતો. ચાલીને જતા પાછળથી 3 લોકો પલ્સર બાઇક પર આવ્યા હતા અને તેની પાસેથી મોબાઇલ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. મજૂર યુવકે તેનો મોબાઇલ છીનવી લેવાના ડરથી તે ત્રણ યુવકોનો પ્રતિકાર કર્યો હતો પરંતુ તે એકલો હતો અને તેની સામે ત્રણ જણા હતા જેમાંથી એકે હુમલો કર્યો હતો.

હત્યાનો બનાવ સીસીટીવીમાં કેદ
બાઈક પરના યુવકે છરી કાઢીને સનીને મારી દીધી હતી અને તેનો મોબાઈલ છીનવીને ત્રણેય બાઈક સવાર ફરાર થઈ હતા. આ ત્રણ બાઇક સવારોની હરકતો જોઈને ત્યાં હાજર એક-બે લોકોએ તેનો પીછો કરવાનો પણ પ્રયાસ કર્યો પણ તેઓ નિષ્ફળ ગયા. સીસીટીવી ફૂટેજમાં હત્યાની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. મોબાઈલ છીનવનાર યુવકની હત્યા સંદર્ભે સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી આ સીસીટીવીના આધારે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT