સુરતમાં પીઝા-પનીર બાદ હવે આઈસક્રીમના નમૂના પણ ફેલ, આ 4 જગ્યાએથી આઈસક્રીમ ખાતા પહેલા ચેતજો
સુરત: સુરતમાં ખાણી-પાણીના શોખીનો માટે છેલ્લા કેટલાક દિવસથી એકબાદ એક માઠા સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં લા-પિનોઝ, ડોમિનોઝ તથા પિઝા હટ જેવા જાણીતી બ્રાન્ડના પીઝા…
ADVERTISEMENT
સુરત: સુરતમાં ખાણી-પાણીના શોખીનો માટે છેલ્લા કેટલાક દિવસથી એકબાદ એક માઠા સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં લા-પિનોઝ, ડોમિનોઝ તથા પિઝા હટ જેવા જાણીતી બ્રાન્ડના પીઝા સેમ્પલ ફેલ થયા હોવાની ખબર આવી હતી. ત્યારે હવે સુરતમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા આઈસક્રીમના સેમ્પલ ફેલ થયાની ખબર સામે આવી રહી છે.
સુરતમાં ક્યાંથી આઈસક્રીમના નમૂના ફેલ થયા?
સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરમાં અલગ-અલગ ટીમો બનાવીને આઈસક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 4 એકમોમાંથી આ ફૂડ સેમ્પલ ધારા ધોરણો મુજબ ન હોવાનું જણાયું હતું. જેમાં ખાઉધરા ગલી ખાતે હનુમંતે આઈસક્રીમ એન્ડ લિક્વિડ ખાતેથી કાજુ અંજીર, કતારગામ સ્થિત અમરદીપ આઈસક્રીમ એન્ડ જ્યુસમાંથી અમેરિકન ડ્રાયફ્રૂટ, ઉધનામાં બાલાજી આઈસક્રીમ પાર્લરમાંથી વેનિલા આઈસક્રીમ, ડીંડોલીના કરડવા રોડ પર ભરકા દેવી આઈસક્રીમમાંથી વેનિલા આઈસક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા.
જોકે આ ચારેય એકમો પર આઈસક્રીમમાં મિલ્ક ફેડ અને મિલ્ક પ્રોટીન જણાવ્યા કરતા ઓછું જોવા મળ્યું હતું. જેની સામે બી.આર રીડિંગનું પ્રમાણ વધું મળ્યું હતું. ત્યારે આઈસક્રીમના નમૂના ફેલ થતા હવે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ આ એકમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
ADVERTISEMENT
અગાઉ પીઝા-પનીરના સેમ્પલ ફેલ થયા હતા
નોંધનીય છે કે, સુરતમાં તાજેતરમાં જ પેસ્ટ્રી, મરી મસાલા, પનીર તથા પીઝાના ફૂડ સેમ્પલ લેવાયા હતા. જે ફેલ થયા હતા. સાથે કેટલાક મેડિકલ સ્ટોરમાં હેલ્થ સપ્લિમેન્ટની દવાઓ પણ નકલી મળી આવી હતી. ત્યારે હવે આઈસક્રીમમાં પણ નમૂના ફેલ થતા સ્વાદ રસિકોમાં પણ ચિંતા પ્રસરી ગઈ છે.
ADVERTISEMENT