SURAT: 100 દિવસમાં વ્યાજખોરો મુક્ત ગુજરાત કરીશ: હર્ષ સંઘવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આજે જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન અલથાણ ખાતેના કાર્યક્રમમાં તેમણે પોલીસના બે અભિયાન અંગે મહત્વના નિવેદનો આપ્યા હતા. સુરત પોલીસ દ્વારા ગેરકાયદેસર વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. હવે આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પોીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આવતી કાલથી તમામ સીનિયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે.

લોકદરબારનું આયોજન કરશે. તેમાં લોકોની સમસ્યા સાંભળી હલ કરશે. ગેરકાયદેસર વ્યાજ વસુલતા વ્યાજખોરોમાંથી લોકોને મુક્તિ અપાવવાની કામગીરી મહત્વ સ્વરૂપે આગળ વધારી છે. તો આ સાથે હર્ષ સંઘવીએ ચાઇનીઝ દોરી અંગે જણાવ્યું કે, ઉતરાયણમાં પેચ ભાઇબંધીના હોવા જોઇએ. કોઇ વ્યક્તિનું ગળુ કપાય તે પ્રકાર શોખ ન હોવા જોઇએ. તંત્ર પોતાની રીતે કામગીરી કરી રહ્યું છે જો કે લોકોએ પણ પોતાની આદતો બદલવી પડશે. માત્ર નાગરિકોની ફરિયાદથી નહી ચાલે તેમણે પણ કંઇક કરવું પડશે. માટે નાગરિકોને મારા બે હાથ જોડીને વિનંતી છે કે, તમે લોકો ચીની દોરીનો પ્રયોગ બંધ કરો. બે પેચ કાપવાની લ્હાયમાં તમે કોઇના જીવનનો પેચ કાપી રહ્યા છો.

આ અંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે, આ મુહીમને આગળ વધારવા માટે હવે આવતીકાલથી એક સપ્તાહ સુધી સમગ્ર ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે. લોકોની ફરિયાદ ડાયરેક્ટ સાંબળશે. વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવશે. આ લોકદરબાર દ્વારા લોકોના દુખ દુર પણ કરશે અને વ્યાજખોરોથી દુર રહેવા માટે પણ લોકોને સમજ આપશે.

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી જે વ્યાજખોરો સામે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન ગુજરાતના તમામ ક્ષેત્રમાં આ અભિયાન થકી ગુજરાતના અનેક પરિવારોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત થવાનો એક મોકો મળ્યો છે. જે લોકો નિયમાનુસાર વ્યાજનો ધંધો કરે છે તેમણે ગભરાવાની જરૂર નથી. જો કે જે ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને બિનકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણા ધીરે છે તેમની ગુજરાતમાં ખેર નથી.

    follow whatsapp

    ADVERTISEMENT