દેશી દારૂના અડ્ડા સામે ‘ડ્રોન પોલીસ’ એક્શનમાં આવી!, સૂરતમાં ટેક્નોલોજીની મદદથી 6 ભઠ્ઠીઓનો પર્દાફાશ
ગુજરાતના બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ પછી પોલીસની કામગીરી સામે સતત સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન દારૂબંધી હોવા છતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ સતત…
ADVERTISEMENT
ગુજરાતના બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ પછી પોલીસની કામગીરી સામે સતત સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન દારૂબંધી હોવા છતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ સતત ધમધમી રહી હતી. હવે આને પકડી પાડવા માટે સૂરત પોલીસે ટેક્નોલોજીની મદદ લીધી છે. કામરેજ જિલ્લા પોલીસે નદી કિનારે ઝાડી-ઝાખરા વચ્ચે ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધવા માટે ડ્રોન ઉડાવ્યા હતા. એટલું જ નહીં પોલીસનું આ સ્માર્ટ મૂવ કારગર સાબિત થયું અને આ દરમિયાન ડ્રોનના સહારે 6 ભઠ્ઠીઓ પકડી પાડી છે.
પોલીસ ફોર્સમાં ડ્રોનની એન્ટ્રી
બારડોલી ટાઉન અને રૂરલ પોલીસે ગ્રામિણ વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ સક્રિય હોવાથી ટેક્નોલોજીની મદદ લીધી છે. તેમણે નદી કિનારે ઝાડી ઝાખરા પાસે ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ ડ્રોનની સહાયથી પકડી પાડી હતી. ઉલ્લેખનીય છે કે આવી ભઠ્ઠીઓ પાસે પોલીસે તમામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી પકડી પાડવું ઘણું મુશ્કેલ હતું. જેથી ડ્રોનની મદદથી પોલીસે દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા હતા.
ADVERTISEMENT
રેડ ડ્રાઈવ દરમિયાન દેશી દારૂની બનાવટ, વેચાણ પર એક્શન
પોલીસ દ્રારા અત્યારે સઘન તપાસ હાથ ધરાઈ છે અને વિવિધ ગામમાં આરોપીઓની ધરપકડ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કથિત લઠ્ઠાકાંડમાં 45થી વધુ લોકોનાં ઝેરી દારૂના સેવનથી મૃત્યુ થયા હતા, જ્યારે હજુ પણ ઘણી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે સૂરત જિલ્લાનાં કાજરેજ ડિવિઝનનાં PI આર.બી.ભટોળ, DySP બી.કે.વનાર એન્ડ ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT