સુરતમાં અડધી રાત્રે ખેલાયો ખૂની ખેલ, પિતાએ છરાના 17 ઘા મારતા પુત્રીનું મોત, પત્ની અને 3 પુત્રો પણ લોહીલુહાણ
સુરત: સુરતમાં વધુ એક હચમચાવી નાખતે તેવી ઘટના સામે આવી છે. રાત્રે ધાબામાં સૂવા બાબતે તકરાર થયા બાદ પિતાએ જ ખૂની ખેલ ખેલીને પરિવારના પાંચ…
ADVERTISEMENT
સુરત: સુરતમાં વધુ એક હચમચાવી નાખતે તેવી ઘટના સામે આવી છે. રાત્રે ધાબામાં સૂવા બાબતે તકરાર થયા બાદ પિતાએ જ ખૂની ખેલ ખેલીને પરિવારના પાંચ સભ્યો પર છરો લઈને જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનામાં 19 વર્ષની દીકરીનું મોત નિજ્યું હતું છે, જ્યારે પત્ની અને ત્રણ દીકરા ઈજાગ્રસ્ત થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ધાબા પર સુવા મુદ્દે થઈ હતી તકરાર
વિગતો મુજબ, કડોદરામાં મૂળ બિહારનો રામાનુજ શાહુ પોતાની પત્ની રેખાદેવી તથા દીકરી અને 3 દીકરા સાથે રહે છે. રામાનુજ મિલમાં મજૂરીકામ કરે છે. ગત રાત્રે તેની પત્ની સાથે ધાબા પર સૂવા બાબતે તકરાર થઈ હતી, જેથી દીકરી ચંદા અને ત્રણ દીકરા ત્યાં પહોંચ્યા હતા. ત્યારે ગુસ્સામાં રામાનુજે છરો લઈને પત્ની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. એવામાં માતાને બચાવવા દીકરી વચ્ચે પડતા તેને છરાના ઘા વાગ્યા હતા. આવેશમાં આવેલા પિતાએ એક બાદ એક છરીના 17 જેટલા ઘા મારતા દીકરીનું કરુણ મોત નિપજ્યું હતું.
દીકરીની હત્યા બાદ પત્ની અને પુત્રો પર પણ હુમલો
બીજી તરફ પત્નીને છરો વાગતા તેના હાથની આંગળીઓ કપાઈ ગઈ હતી, જ્યારે બે દીકરાએ પણ લોહીલુહાણ થઈ ગયા હતા. ત્યારે માતા અને દીકરાઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને હત્યારા રામાનુજને ઝડપી પાડ્યો હતો. તો મૃતક દીકરીની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT