સુરતમાં રખડતા શ્વાને ઘર બહાર રમતી બાળકી પર હુમલો કર્યો, મેયરે કહ્યું- શ્વાનમાં ડાયાબિટીસ વધી ગયો છે!

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરત શહેરમાં રખડતા કૂતરાઓ બાળકોને કરડવાની ઘટનાઓ અટકી રહી નથી. સુરત શહેરના અલથાણ વિસ્તારમાં ફરી એકવાર રખડતા કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કૂતરાનો બાળકી પર હુમલો CCTVમાં કેદ થયો હતો. ત્યારે સુરતના મેયર કહે છે કે ડાયાબિટીસ વધવાને કારણે કૂતરાઓમાં આક્રમકતા આવી છે.

બાળકી પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ
સુરતમાં બાળકો પર રખડતા શ્વાનના બનાવો જાણે અટકવાનું નામ નથી લઈ રહ્યા. શહેરના અલથાણ વિસ્તારમાં ઘરની બહાર રમતી બાળકી પર પાછળથી દોડી આવેલા કુતરાએ હુમલો કરીને બચકું ભરી લીધું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ઉભા છે અને તેમની પાછળ રોડ પર એક નાની છોકરી ત્યાં ઉભેલા રખડતા કૂતરાઓને ભગાડવાની કોશિશ કરે છે, આ દરમિયાન કૂતરું પાછળથી આવીને તેના પર હુમલો કરે છે. બાળકીની બૂમો સાંભળી અહીં હાજર લોકો તેને બચાવવા માટે તરત દોડી આવ્યા હતા. બાળકની માતા આરતીએ જણાવ્યું કે, મારી દીકરી બહાર રમી રહી હતી, ત્યારે પાછળથી કૂતરાઓએ તેના પર હુમલો કર્યો.

મેયરે કૂતરાના હિંસક બનવાનું શું કારણ આપ્યું?
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હેમાલી બોઘાવાલા સુરત શહેરમાં વધી રહેલા કૂતરાઓના ત્રાસ અંગે મહાનગરપાલિકા દ્વારા બધુ જ યોગ્ય કર્યું હોવાનો દાવો કરી રહી છે. સાથે જ તેઓ કહે છે કે શ્વાનમાં ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું છે. જેથી તેઓ આક્રમકતા બતાવી રહ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT