ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ સુરતમાં નહીં થવા દેવાની અરજી કરનારને મળી ધમકી
સુરતઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંધ શ્રધ્ધા ફૈલાવે છે તેને લઈને સુરતમાં કાર્યક્રમ નહીં થવા દેવા માટે થઈ પોલીસમાં અરજી થઈ હતી. જે અરજી કરનારને…
ADVERTISEMENT
સુરતઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંધ શ્રધ્ધા ફૈલાવે છે તેને લઈને સુરતમાં કાર્યક્રમ નહીં થવા દેવા માટે થઈ પોલીસમાં અરજી થઈ હતી. જે અરજી કરનારને ધમકી મળ્યાની વિગતો સામે આવી છે. અંધશ્રદ્ધા નિવારણ શાખાના સભ્ય દ્વારા આ અરજી કરવામાં આવી હતી. જેમાં તેમણે દિવ્ય દરબારમાં ઢોંગ કરવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવાય છેઃ માથુભાઈ
અંધશ્રદ્ધા નિવારણ શાખાના સભ્ય માથુભાઈ કાકડિયાએ સુરત પોલીસને અરજી કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ સુરતમાં ન થવા દેવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્ય દરબારના નામે ઢોંગ કરે છે. ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવાતી હોવાનો અને ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે સુરતમાંથી ઘમા યોવાનો દ્વારા હવે તેમને ફોન કરવામાં આવી રહ્યો છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળવા લાગી છે.
પાટણ: સિદ્ધપુરના લોકો પાણી પીવાથી પણ ડરે છે, 4 દિવસ પીધું મૃતદેહ વાળું પાણી?
હું ડરવાનો નથીઃ માથુભાઈ
તેમણે કહ્યું કે, હું અવાજ ઉઠાવી રહ્યો છું. આ લોકો અધર્મનું કામ કરે છે. ધર્મમાં આવું કશું હોતું જ નથી. હવે મને જે ફોન આવી રહ્યા છે તેમાં તેઓ ખોટી દલીલો કરી રહ્યા છે. મને સતત ફોન આવવા લાગ્યા છે. હું ધમકીઓથી ગભરાતો નથી. પોલીસમાં ફરિયાદ કરીશ અને અત્યારે તો હું વ્યસ્ત છું તેથી ફરિયાદ કરી નથી.
ADVERTISEMENT
(ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT