સરકારી ભરતીમાં વધુ એક કૌભાંડ, હવે વીજ વિભાગની જુ.ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી, 2 આરોપી ઝડપાયા
સુરત: ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષામાં ગેરરીતિના સમાચાર સામે આવી રહ્યા છે. વીજ વિભાગમાં જુનિયર ક્લાર્કની ઓનલાઈન લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી જે મામલે…
ADVERTISEMENT
સુરત: ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષામાં ગેરરીતિના સમાચાર સામે આવી રહ્યા છે. વીજ વિભાગમાં જુનિયર ક્લાર્કની ઓનલાઈન લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ મામલે 2 આરોપીઓની મુંબઈથી ધરપકડ કરી છે. ખાસ વાત એ છે કે આ ગેરરીતિ માત્ર સુરત નહીં પરંતુ અમદાવાદ, વડોદરા અને રાજકોટના કેન્દ્રો પર પણ આચરવામાં આવી હતી.
સુરતની એકેડમીના માલિક સહિત બેની ધરપકડ
વિગતો મુજબ, વીજ વિભાગમાં વર્ષ 2021-22માં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. ઓનલાઈન લેવાયેલી આ પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હતી. જેમાં ઉમેદવારો કોમ્પ્યુટર પર બેસે એટલે આપોઆપ જવાબ ક્લિક થતા હતા. આ મામલે ફરિાયાદ નોંધાયા બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઈન્દ્રવદન પરમાર અને ઓવેશ મહંમદ રફીક કાપડવાલા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. સુરતના વરાછા રોડ પર આવેલી સારથી એકેડમીના માલિક સહિત બે આરોપીઓ પકડાયા છે, જ્યારે 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આગામી દિવસોમાં આ આરોપીઓની ધરપકડમાં પૈસાની લેવડદેવડના વધુ ખુલાસાઓ થઈ શકે છે.
કેવી રીતે આચરતા ગેરરીતિ
આરોપીઓ સ્કીન સ્પ્લિન્ટર સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા અને ઉમેદવારની પોતે જવાબ આપતા. જ્યારે ઉમેદવાર સેન્ટર પહોંચે એટલે તેમને જાણ કરી દેવાતી. બાદમાં એજન્ટો મારફતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પૂછાયેલા સવાલનો જવાબ તેઓ આપતા. આમ નબળા ઉમેદવારો પણ પરીક્ષામાં પાસ થઈ જતા હતા અને સરકારી નોકરીમાં લાગી ગયા હતા.
ADVERTISEMENT
અમદાવાદ, વડોદરા, રાજકોટમાં પણ ગેરરીતિ થઈ
આ અંગે આજે DCP રૂપલ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ગેરરીતિ અંગે માહિતી આપી હતી. આ ગેરરીતિ માત્ર સુરતના બે સેન્ટર નહીં, પરંતુ વડોદરાનું સ્ટેકવાઈઝ ટેકનોલોજી, સેવન ક્લાઉડ અને કોટંબીમાં ઈન્સ્ટીટ્યૂટ ઓફ એન્જિનિયરિંગની કોમ્પ્યુટર લેબ છે. વડોદરાના જ સાવલીની કે.જે IT એન્જિનિયરિંગ કોલેજની કોમ્પ્યુટર લેબ છે. અમદાવાદના નરોડામાં આવેલું શ્રેય ઈન્ફોટેક છે, રાજકોટનું સક્સેસ ઈન્ફોટેક છે. હજુ આગળ તપાસ કરી કોણે કોણે આનો લાભ લીધો અને કોણ-કોણ પાસ થયું તે દિશામાં તપાસ કરાશે.
ADVERTISEMENT