સુરતઃ મુસાફરોથી ભરેલી સિટી બસમાં અચાનક લાગી આગ, લોકોનો માંડ થયો બચાવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરતની સિટી બસ અવારનવાર લોકોનો ભોગ લેતી આવી છે. સુરતમાં વધુ એક ગંભીર બનાવ બન્યો છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં એક સિટી બસમાં અચાનક આજે સોમવારે સવારે આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તેમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આપને જણાવી દઈએ કે આ બસમાં ડ્રાઈવર અને કંડક્ટર ઉપરાંત અન્ય મુસાફરો પણ સવાર હતા. જોકે લોકોના નસીબ સારા હતા અને આ ઘટનામાં કોઈ જાન હાની થઈ નથી તે વાતનો તંત્ર અને અન્ય લોકોને પણ હાંશકારો છે.

આગ પર મેળવાયો કાબુ
ગુજરાતમાં જ્યાં એક તરફ બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યાં સુરતમાં સિટી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. સોમવારે સવારે બનેલી આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જે ત્યાં હાજર લોકોએ પોતાના કેમેરામાં કંડારી લીધા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. સિટી બસમાં કેટલાક મુસાફરો પણ સવાર હતા જોકે તેમને સમયસર બચાવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે આગની જાણકારી મળતા ફાયર વિભાગ પણ સ્થળ પર દોડી ગયું હતું. આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો તેમના દ્વારા તુરંત શરૂ કરી દેવાતા થોડા સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.


(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT