આપઘાતનો પ્રયાસ કરી ચુકેલા સુરત BJPના પૂર્વ પ્રમુખ PVS શર્માનું રાજીનામું પડ્યું અને રાજકારણ ગરમાયું, જાણો આ નેતા અંગે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા એવા PVS શર્મા દ્વારા રાજીનામુ આપવામાં આવતા સુરતનું રાજકરણ ગરમાયું છે. તેઓ પોતાના રાજકીય કારકિર્દી દરમિયાન અત્યંત વિવાદો વચ્ચે રહેનારા નેતા રહ્યા હતા. રાજકારણ અને વિવાદો જાણે એક પરસપર સાથે ચાલતા હોય તેવી તેમની અત્યાર સુધીની કારકિર્દી રહી છે. તો આવો જાણીએ તેમના અંગે

રેડ દરમિયાન મળ્યા હતા…
સુરત ભાજપના પ્રમુખ પદનો કાર્યભાર સંભાળી ચુકેલા PVS શર્મા વિવાદમાં ઘણી વખત આવ્યા હતા. ભાજપના સુરત શહેરના ઉપપ્રમુખે હતા ત્યારે તેમણે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. PVS શર્મા નિવૃત IT અધિકારી પણ છે, PVS શર્માની ઓફિસે અને ઘરે ITએ રેડ પણ પડી હતી. PVS શર્મા ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર પણ રહી ચુક્યા છે. તેઓ ત્યારે વિવાદમાં આવ્યા હતા જયારે ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સુરત પોલીસે PVS શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે આઈપીસી કલમ 465, 468, 471, 420 અને 120 (બી) મુજબનો ગુનો નોંધ્યો હતો. ભાજપ નેતા અને પૂર્વ ઇન્કમ ટેક્સ અધિકારી એવા PVS શર્માના ઘરે અને ઓફિસમાં આઈટીની રેડ દરમિયાન અધિકારીઓને 10 બેન્ક લોકર, 3.5 લાખ રોકડા મળ્યા હતા. વર્ષ 2020ના ઓક્ટોબર મહિનામાં આ રેડ પાડવામાં આવી હતી.

આ ઠેકાંણાઓ પર પડી હતી રેડ
સુરત ભાજપના અગ્રણી નેતા વેંકટ સત્યનારાયણ શર્મા પુષ્પમર્તિ (પી.વી.એસ. શર્મા ) પર કલમ 131 હેઠળ તપાસ કાર્યવાહી કરવામાં આવી છે. શર્માના પીપલોદ ફોર સિઝન ખાતેના લક્ઝુરીયસ ફ્લેટ તેમજ તેઓ જે કંપનીમાંથી દોઢ લાખનો માતબર પગાર મેળવે છે તે, ઉપરાંત મુંબઈની કુસુમ સીલીકોન કંપનીના મુંબઈ-થાણેના ઓફિસ, ફેક્ટરી, ગોડાઉન, કંપનીના માલિકો કુસુમ ખંડેલીયા અને કૌશલ ખંડેલીયાના સુરત પાર્લેપોઈન્ટના બ્રિજવાટીકા એપાર્ટમેન્ટ ખાતેના નિવાસ સ્થાન, શર્મા જે કંપનીનામાં ડિરેક્ટર છે. તે શાહ- પ્રજાપતિ એન્ડ કુા.ના ભાગીદારો ધવલ શાહનું આરટીઓ પાસે શિખાક્ષિલા ખાતેના નિવાસસ્થાન, ઘોડદોડ રોડ પરના સરગમ હાઉસ ઓફિસ, ઉપરાંત શર્માના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અડુકીયાના ઓફિસ, નિવાસસ્થાન મળી કુલ 12 ઠેકાણે આવકવેરા વિભાગ દ્વારા 50થી વધુ અધિકારીઓની સ્ટ્રેન્થ સાથે તપાસ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

દસ્તાવેજોની ઉલટ તપાસ કરાઈ હતી
તપાસ લંબાય તેમ હોય રાજકોટ, વડોદરા અને અમદાવાદથી વધુ અધિકારીઓને તપાસમાં સામેલ કરવામાં આવ્યા હતા. તપાસના પ્રાથમિક તબક્કામાં જ કુસુમ ખંડેલીયા અને કૌશલ ખંડેલીયાના ઘરેથી 45 લાખ રોકડ, 1 કિલો સોનું, 35 લાખની એફડી મળી આવી હતી,આ ઉપરાંત 10 બેન્ક એકાઉન્ટ અને 3 લોકર સીઝ કરાયા હતા . શર્મા અને તેની પત્ની અન્નપૂર્ણા દ્વારા બજારમાંથી લેવાયેલી રૂપિયા 6.50 કરોડની લોન તથા અંદાજે 80 કરોડની મિલકતોના દસ્તાવેજોની ઉલટતપાસ કરવામાં આવી હતી. શર્માના ઘરેથી આઇટી વિભાગને 3.5 લાખ રોકડ તેમજ ફ્લેટનો 3.5 કરોડનો દસ્તાવેજ મળ્યો હતો. જેની કિંમત આઇટી દ્વારા 7 કરોડની હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

શર્માને લાજપોર જેલ પણ જોવાની થઈ
અહીં સુધી કે Pvs શર્મા એ લાજપોર જેલ જવાનો વારો પણ આવ્યો હતો, ત્યારે બાદ જામીન મળ્યા હતા.ભાજપ નેતા PVS શર્મા સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. સુરત ભાજપના નેતા પીવીએસ શર્માની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સંકેત મીડિયાના નામે સરકારને કરોડોનો ચૂનો ચોપડાયો હતો. ખોટા આંકડા આપી 2.70 કરોડની સરકારી જાહેરાતો મેળવી હતી. શર્મા વિરૂદ્ધ સુરતના ઉમરા પોલીસ મથકમાં મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT