સુરતઃ બાગેશ્વર બાબાની રાહમાં લોકો 37 ડિગ્રીમાં શેકાવા તૈયાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરતમાં આવેલા બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક તરપ ગુજરાતની જયજયકાર કરી હતી, તો બીજી તરફ પત્રકારના સવાલનો એક અજીબ જવાબ આપ્યો હતો. તેમણે અહીં એક પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. દરમિયાન તેમણે ગુજરાતના પહેલા તો જયજયકાર કર્યા હતા. પરંતુ જ્યારે પત્રકાર દ્વારા પુછવામાં આવ્યું કે ગુજરાતમાં તમારા આવતા પહેલા તમારો ખુબ વિરોધ થયો હતો. તેના પર શું કહેશો તો તુરંત તેમણે કહ્યું કે, હનુમાનજી જ્યારે લંકા ગયા હતા ત્યારે તેમનો પણ વિરોધ થયો હતો. જોકે આ તરફ લોકો પણ સુરતમાં તેમના કાર્યક્રમના સ્થળ પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાંજે યોજાનારા કાર્યક્રમમાં સવરાથી જ લોકોની ભીડ ઉમટી હતી. અહીં સુધી કે બાબાના દરબારમાં હાજરી આપવા માટે લોકો 37 ડિગ્રી તાપમાનમાં પણ શેકાવા તૈયાર હતા.

લોકો શું કહી રહ્યા છે

ગુજરાતના કર્યા જયજયકાર

ADVERTISEMENT

હનુમાન-લંકાના નિવેદન ઉપરાંત બાબાએ શું કહ્યું
પત્રકારો સાથે બાબાએ ઘણા સવાલ જવાબ કર્યા હતા. તેમને એક પત્રકારે પુછ્યું કે, અહીં આદિવાસી વિસ્તારમાં લોકો ધર્માંતરણ કરી રહ્યા છે. તો તેમણે કહ્યું કે, હું આ અંગે અહીંના અમારા સહયોગીઓ સાથે વાત કરીશ અને એક વખત તે આદિવાસીઓના વચ્ચે કથા કરીશ. તેમને પાછા લાવવામાં આવશે. ધર્મ મોબાઈલ અને ઈંટરનેટ પુરતો ના રહી લોકોના દિલ સુધી હોવો જોઈએ. પત્રકારે પુછ્યું કે ગુજરાતમાં તમારા આવતા પહેલા તમારો ખુબ વિરોધ થયો હતો. તેમણે કહ્યું કે, હનુમાનજી જ્યારે લંકા ગયા હતા ત્યારે તેમનો પણ વિરોધ થયો હતો. જે પછી જય જય શ્રીરામના નારા લાગવા લાગ્યા હતા. અહીં અમે તે સવાલ જવાબનો વીડિયો દર્શાવી રહ્યા છે. શક્ય છે કે બાબા વિરોધીઓને પણ લંકાવાસી તરીકે ચિતરવા માગતા હોય અથવા તેમણે તેવું કહેવામાં સમગ્ર ગુજરાતને જ લંકામાં સમાવી દીધું હોય, હાલ કશું સ્પષ્ટ કહી શકાય તેમ નથી જ્યાં સુધી ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે કોઈ સ્પષ્ટતા કરે. ત્યાં સુધી જુઓ આ કેટલાક વીડિયો…

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT