સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, બેકાબૂ ટ્રકનું કેબિન ઓવરબ્રિજ કૂદીને નીચે જતી રીક્ષા પર પડ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં વધુ એક વિચિત્ર અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. બ્રિજ પરથી પસાર થઈ રહેલી ટ્રકના ચાલકો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકનું કેબિન બ્રિજ પરથી નીચે પડ્યું હતું. આ દરમિયાન બ્રિજ નીચેથી પસાર થઈ રહેલી રીક્ષા પર કેબિન પડતા તેનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ટ્રેલર પડતા નીચે જતી રીક્ષા દબાઈ ગઈ
ઘટનાની વિગતો મુજબ, સુરતમાં માંગરોળના પીપોદરા ઓવરબ્રિજ પર અંકલેશ્વર તરફથી આવી રહેલી ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોંગ સાઈડમાં ઓવરબ્રિજની નીચે ખાબકી હતી. જેમાં ટ્રકના કેબિનનો ભાગ ટ્રેલરથી અલગ થઈને નીચેથી પસાર થતી રીક્ષા પર પડ્યો હતો. તેમાં રીક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ કોસંબા અને જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિચિત્ર અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પર લાંબો ટ્રાફીકજામ સર્જાયો હતો.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT