સુરત પોલીસના કર્મચારી સહિત એરપોર્ટ પરથી ગુપ્ત રીતે 25.26 કરોડનું સોનું લાવતા ઝડપાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત એરપોર્ટ સોનાના દાણચોરો માટે સરળ સ્ટોપ બની ગયું છે. સુરત એરપોર્ટ પર સોનાની પેસ્ટની દાણચોરી કરતા દાણચોરોની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા સુરત પોલીસે પણ 5 કરોડની કિંમતની સોનાની પેસ્ટ પકડી હતી. સુરત એરપોર્ટ પરથી ફરી એકવાર ડીઆરઆઈ દ્વારા રૂ. 25.26 કરોડની કિંમતનું 48.20 કિલો સોનાનું પેસ્ટ જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં ડીઆરઆઈએ શારજહાનથી સુરત પહોંચેલા ત્રણ મુસાફરોની ધરપકડ કરી છે, જ્યારે સુરત એરપોર્ટના ઈમિગ્રેશન દ્વારા તેમની મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. સુરત એરપોર્ટના ઇમિગ્રેશન વિભાગની ઓફિસમાં તૈનાત સુરત પોલીસના એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની પણ ધરપકડ કરવામાં આવી છે.

99 ટકા પ્યોર સોનું કેવવી રીતે ASIની મદદથી લાવ્યું?
શારજાહ ઈન્ટરનેશનલ એરપોર્ટથી સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગત તા.7મી જુલાઈની રાત્રે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર IS 172માં કેટલાક લોકોએ દાણચોરી કરીને ફોમના રૂપમાં સોનાની પેસ્ટ ઉતારી હતી અને ડીઆરઆઈ વિભાગના અધિકારીઓને જાણ થઇ હતી. અગાઉની માહિતીના આધારે, ઉતરેલા 3 મુસાફરોની લગેજ બેગની તપાસ કરવામાં આવી હતી અને 43.5 કિલો વજનના સોનાની પેસ્ટ ફોમના રૂપમાં 5 બ્લેક બેલ્ટમાં છુપાયેલા 20 સફેદ રંગના પેકેટ મળી આવ્યા હતા. ત્રણેય મુસાફરોની પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇમિગ્રેશન વિભાગમાં સત્તાવાર રીતે પોસ્ટેડ સુરત પોલીસનો એક ASI પણ તેમને મદદ કરતો હતો. જેની મદદથી તેણે ઈમિગ્રેશન ઓફિસની બાજુમાં જ્યાં ટોઈલેટનો એક્જોસ્ટ પંખો આવેલો છે તે જગ્યાએ વધુ સોનાની પેસ્ટ છુપાવી હતી. જે બાદ ડીઆરઆઈના અધિકારીઓ તે ટોયલેટમાં ગયા અને તેઓએ જણાવેલી જગ્યાની તલાશી લીધી અને ત્યાંથી પણ 4.67 કિલો સોનાની પેસ્ટ મળી આવી. આ રીતે ડીઆરઆઈની ટીમ દ્વારા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કુલ 48.20 કિલો સોનાની પેસ્ટ મળી આવી હતી. જેમાંથી 42 કિલો સોનું 99% શુદ્ધ સોનું હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય દાણચોરો પાસેથી ઝડપાયેલા આ સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે અંદાજે 25.26 કરોડ આંકવામાં આવી છે.

ASI પરાગ દવેનું નામ ખુલ્યું
શારજાહ ઇન્ટરનેશનલ એરપોર્ટથી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચેલા ફટાકડા વેચનાર મોહમ્મદ શાકિર મુસ્તાક અહમદ, 35, ઓવેસ ઇમ્તિયાઝ શેખ, 30, યાશિર મોહમ્મદ ઇલ્યાસ, 35,ની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછ કર્યા બાદ ડીઆરઆઈ વિભાગના અધિકારીઓએ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના ઈમિગ્રેશન વિભાગમાં તૈનાત સુરત પોલીસના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર પરાગ દવેની પણ સત્તાવાર ધરપકડ કરી હતી. સુરતથી શાહજહાં ગોલ્ડ પેસ્ટ લેવા ગયેલા ત્રણેય દાણચોરો માત્ર કેરિયર તરીકે કામ કરતા હતા જેના માટે તેમને પૈસા ચૂકવવામાં આવતા હતા. હવે આ લોકો સુરતમાં સોનાની પેસ્ટ કોને આપવાના હતા તે કોણે મંગાવ્યું હતું તેની તપાસ થશે. પકડાયેલા આરોપીઓને પહેલા મેડિકલ ચેકઅપ માટે સુરતની સિવિલ નવી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ ચેકઅપ બાદ સોમવારે સાંજે તેને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ડીઆરઆઈ વતી સરકારી વકીલ નયન સુખડાવાલાએ કોર્ટમાં હાજર રહી આરોપીની પૂછપરછ કરવા માટે 3 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરી હતી અને રિમાન્ડના વિવિધ મુદ્દા પણ રજૂ કર્યા હતા.

ADVERTISEMENT

સુરત કોર્ટના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, ડીઆરઆઈ વિભાગને બાતમી મળી હતી કે કેટલાક લોકો સોનાની પેસ્ટ ફોમમાં સોનાની દાણચોરી કરી રહ્યા છે. જેના કારણે 7મીએ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વોચ રાખવામાં આવી હતી અને માહિતી સાથે દેખાતા મુસાફરોની તલાશી લેવામાં આવી હતી. જેમની પાસેથી સોનાની પેસ્ટ ફીણમાં ધાતુ મળી આવી હતી. આરોપીઓની હાજરીમાં સોનામાંથી કેમિકલ દૂર કરવામાં આવ્યું હતું. જેમાં 42 કિલો શુદ્ધ સોનું મળી આવ્યું હતું. જે બાદ ડીઆરઆઈ વિભાગે તેની ધરપકડ કરી હતી. આ મામલે આજે એક સરકારી અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી છે. ચારેય આરોપીઓને ઈન્ચાર્જ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સીવી રાણાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીની પૂછપરછ માટે 3 દિવસની કસ્ટડી માંગવામાં આવી છે. ડીઆરએમ આરોપીઓને કસ્ટડીમાં લીધા વિના પૂછપરછ કરી શકે નહીં. આ સોનું ખરીદવા શારજાહમાં પૈસા કેવી રીતે ગયા, કોણે મોકલ્યું, ત્યારથી તેઓ આ પ્રકારની દાણચોરી કરતા હતા. વિભાગ આ ગુનાના તળિયે પહોંચવા માંગે છે જેના માટે કસ્ટડી રિમાન્ડની જરૂર છે. તેની બેગની અંદરથી સોનું મળી આવ્યું હતું, હજુ તપાસ ચાલુ છે, તેથી વધુ કહી શકીશું નહીં. હવે અમે સીધા હોસ્પિટલમાંથી આવ્યા છીએ, આજે રિમાન્ડની માંગણી કરી દલીલો કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT