સુરતમાં અશાંતધારા મામલે હિન્દુઓ નારાજ, તંત્રએ કહ્યું, કશું ખોટું નથી કર્યું, વિસ્તારમાંથી પલાયન કરવાની ચીમકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતમાં અડાજણ વિસ્તારની એક જમીનના મામલામાં ધાર્મિક મનમોટાવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. એક પ્રોપર્ટી લેનાર અને વેચરનારની વચ્ચે થયેલી ડીલમાં સ્થાનીકો નારાજ થયા છે. અચાનક આ મામલામાં અશાંતધારાના મુદ્દાને આગળ ધરી મામલો એક અલગ દીશામાં ફરતો દેખાઈ રહ્યો છે. મામલામાં નારાજ લોકોએ વિસ્તારમાંથી પલાયન કરવાની પણ ચીમકી આપી છે.

કઈ જમીનનો છે મુદ્દો?
ગુજરાત સરકારે રાજ્યના અનેક શહેરી વિસ્તારોમાં અશાંતધારાનો કાયદો લાગુ કર્યો છે. આ કાયદા પ્રમાણે કોઈ હિન્દુને પોતાની પ્રોપર્ટી મુસ્લિમને વેચવી હોય અને કોઈ મુસ્લિમને પોતાની પ્રોપર્ટી હિન્દુને વેચવી હોય તો એમની મંજૂરી કલેક્ટર ઓફિસમાંથી લેવાની હોય છે. આ મંજૂરી માટે પોલીસે પ્રોપર્ટીની આજુબાજુમાં રહેતા લોકોનું નિવેદન લેવાનો હોય છે અને જો લોકો સહમતથી દર્શાવે ત્યારબાદ જ પોત પોતાની પ્રોપર્ટી એકબીજાને વેચી શકે છે. આ પ્રમાણે સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ગોરાટ હનુમાન મંદિર પાસે આવેલી સર્વે નંબર 435, ટીપી નંબર 11 અને એફ.પી.નંબર 86 વાળી મિલકત અશાંતધારા નિયમનો ઉલ્લંઘન કરીને એક બિલ્ડરને આપવામાં આવી છે તેવો આક્ષેપ સ્થાનિક હિન્દુ લોકો કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો હિન્દુઓને આ વિસ્તારમાંથી પલાયન કરવાનો વારો આવશે. સ્થાનિક લોકોએ અશાંતધારા નિયમના ભંગની દલીલ સાથે સુરતના પોલીસ કમિશનર અને સુરતના કલેકટરને આવેદનપત્ર પણ પાઠવ્યા છે.

Uber-Rapido ને અમદાવાદ RTOએ ફટકારી નોટિસઃ રિક્ષા ચાલકોની Rapido બાઈક બંધ કરવા માગ

સુરતના અડાજન વિસ્તારમાં આવેલા ગોરાટ હનુમાન મંદિર પાસે રહેતા સ્થાનિક હિન્દુઓના આ આક્ષેપને લઈને જ્યારે સુરતના ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારી જી.વી.મિયાણી ને પૂછવામાં આવ્યું હતું ત્યારે એમને જણાવ્યું હતું કે આ મામલે કોઈ પણ ખોટું નથી થયું. યોગ્ય રીતે પુરાવાને ધ્યાનમાં લઈને જ કાર્ય કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT