‘સ્પીડ જોઈ મને ખ્યાલ જ હતો કે એક્સીડેન્ટ થશે અને થયો…’- સુરતમાં 6ને ઉલાળી દેવાની ઘટનામાં નજરે જોનારે કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરત: સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ગત રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ચકચારી અકસ્માત જેવી જ ઘટના બની હતી. જે ઘટનાનો વીડિયો જોઈને પણ આપના રૂંવાડા ઊભા થઈ જાય એમ છે. જેમાં પૂરપાટ ઝડપે BRTS રૂટમાં કાર હંકારી રહેલા કાર ચાલકે 3 બાઈક સહિત 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અકસ્માત બાદ લોકોએ ચાલકને પકડીને માર માર્યો હતો. ચાલક દારૂના નશામાં હોવાનું પણ સામે આવી રહ્યું છે. હાલમાં પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે પકડાયેલા આ શખ્સને હાથ જોડી જાહેરમાં ફેરવ્યો હતો. પોલીસે શખ્સનું એ જ જગ્યા પર સરઘસ કાઢ્યું હતું જ્યાં તેણે અકસ્માત કર્યો હતો.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતની યાદો ફરી એકવાર સુરતમાં તાજી થઈ છે. શહેરના કાપોદ્રામાં મોડી રાત્રે પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલા એક કાર ચાલકે BRTS ટ્રેકમાં 6 લોકોને ઉડાવ્યા હતા. ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અકસ્માત બાદ લોકોએ ચાલકને પકડીને માર માર્યો હતો. લોકોએ તેને પકડ્યો હતો, પોલીસે તેની ધરપકડ કરી છે.

નજરે જોનારે કહ્યું, મને અંદાજ હતો જ કે અકસ્માત થશે

આ ઘટનાના કેટલાક પ્રત્યક્ષદર્શીઓ પણ સામે આવ્યા છે. ઘટનાને લઈને એક વ્યક્તિએ કહ્યું કે, ગાડી લગભગ ત્યાં સર્કલ પાસે જ 100ની સ્પીડમાં હતી. આ ગાડી મારી પાછળ પાછળ હતી, મને ખ્યાલ હતો જ કે તેનો એક્સીડન્ટ થઈ જશે. ગાડી એટલી ઓવર સ્પીડમાં હતી કે ગમે તે સાઈડમાં હોય તો પણ એક્સીડેન્ટ થઈ શકે. હું અહીં પહોંચ્યો ધીમે ધીમે ત્યાં બેથી ચાર ટુ વ્હીલને ભટકાડી જ હતી. તે કાર મુકીને ચાલતો થયો હતો પણ લોકોએ તેને પકડી પાડ્યો હતો. એ મેં જોયું છે. મને 100 ટકા વિશ્વાસ હતો કે આ ગાડી ભટકાઈ જ જાય. પાંચથી છ વ્યક્તિને વાગ્યું છે. 11 વાગ્યા આસપાસનો આ બનાવ હતો.

ADVERTISEMENT

અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ

સમગ્ર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે તથ્ય પટેલની જેમ જ સાજન પટેલ નામનો વ્યક્તિ સ્વિફ્ટ કાર લઈને BRTS ટ્રેકમાં જઈ રહ્યો છે અને સામેથી આવતા બાઈકોને એક બાદ એક અડફેટે લે છે. અકસ્માતમાં 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. અકસ્માત સર્જનાર સાજન પટેલ મૂળ સુરતનો છે અને કાર લે-વેચનો ધંધો કરે છે. સાથે જ પોતે દારૂ પીધો હોવાનો પણ સ્વીકાર કરે છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

કાર ચાલક યુવકે દારૂ પીધો હતો?

અકસ્માતમાં બાઈક પર જતા બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં યસ કેવરિયા નામના યુવકને ગંભીર હાલતમાં ICU દાખલ છે, તો કિશન હીરપરા નામના યુવકના હાથ-પગના ભાગે ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ પોતાનો લુલો બચાવ કરતા સાજન પટેલે કહ્યું કે, હું ઘરે જતો હતો અચાનક ટુ-વ્હીલર આવી ગયું અને તેમાં ઠોકાયો. મેં દારૂ પીધો નહોતો. વરસાદ પડતો હતો એટલે દેખાયું નહીં. ટ્રાફિક હતો, રસ્તો બ્લોક હતો એટલે BRTS રૂટમાં જતો રહ્યો. મેં મારા છોકરાની બર્થ-ડે પાર્ટીમાં બપોરે દારૂ પીધો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT