BIG BREAKING: સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, AAPના વધુ 6 કોર્પોરેટરો BJPમાં જોડાશે
સુરત: આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના દસ કાઉન્સિલરો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.…
ADVERTISEMENT
સુરત: આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના દસ કાઉન્સિલરો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ભાજપના મીડિયા સેલ દ્વારા કાઉન્સિલરો ભાજપમાં જોડાયા હોવાની માહિતી આપવામાં આવી છે. સુરતના ઉધનામાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે સી.આર પાટીલ પણ પહોંચી ગયા હોવાનું સામે આવી રહ્યું છે.
આ કોર્પોરેટરો હવે ભાજપમાં
1- સ્વાતિ બેન કયાડા
2- નિરાલી બેન પટેલ
3-ધર્મેન્દ્ર બાવળિયા
4- અશોક ધામી
5- કિરણ ભાઈ
6- ઘનશ્યામ મકવાણા
7-રુતા ખેની
8-જ્યોતિ લાઠીયા
9-ભાવના સોલંકી
10- વિપુલ ભાઈ મોવલિયા
સુરતમાં AAP પાસે હવે 17 કોર્પોરેટરો રહ્યા
આ 10 કોર્પોરેટરોમાંથી 4 કોર્પોરેટરો અગાઉ ભાજપમાં જોડાયા હતા. જ્યારે આજે વધુ 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. સુરત મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો હતા. જેમાંથી 10 કોર્પોરેટરો ભાજપમાં જતા રહેવાથી હવે તેની પાસે માત્ર 17 કોર્પોરેટરો જ રહેશે.
ADVERTISEMENT
ગુજરાતના વિકાસમાં જોડાવા સાથે આવનારા તમામનું સ્વાગત
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, AAPના કોર્પોરેટરો ભાજપમાં જોડાઈને ગુજરાતની જનતા અને વિકાસમાં સહયોગ કરવા અને આગળ કરવા ભાજપમાં જોડાયા છે. શહેર અધ્યક્ષ તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને તેમને આવકાર્યા હતા. AAPના કોર્પોરેટરોને શા માટે ભાજપમાં લેવા પડ્યા તે અંગે તેમણે કહ્યું, ટીમ તરીકે વધુમાં વધુ સભ્ય સુરતના વિકાસમાં સાથે જોડાવા માગતા હોય તો તેમનું હંમેશા સ્વાગત છે. ભાજપ સંયુક્ત પરિવાર તરીકે આગળ વધતો પક્ષ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT