SURAT: ડોક્ટર યુવતીને સારવારના બહાને બોલાવી વારંવાર દુષ્કર્મ આચર્યું અને એક દિવસ
સુરત : શહેરમાં રહેતા એક પરપ્રાંતિય ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને એક પુરૂષે લગ્નની લાલચ આપીને ફસાવી હતી અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવક પરણીત છે અને એક…
ADVERTISEMENT
સુરત : શહેરમાં રહેતા એક પરપ્રાંતિય ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને એક પુરૂષે લગ્નની લાલચ આપીને ફસાવી હતી અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવક પરણીત છે અને એક સંતાનનો પિતા પણ છે. આની જાણ થતા ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને થતા તેણે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે હાલ તો દુષ્કર્મનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે.
સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી હતી ફિઝિયોથેરાપિસ્ટ યુવતી
સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી યુવતી હોમ વિઝિટ કરીને ફિઝઇયોથેરાપીની પ્રેક્ટિસ કરે છે. વર્ષ 2021 માં અલથાણ સોહમ સર્કલ પાસે રહેતા મહેન્દ્ર વિરેન્દ્ર અભેસીંગ પટેલે રસ્તામાં અટકાવીને ડોક્ટરને ફિઝિયોથેરાપી માતા માટે કરાવવી હોવાનું કહીને નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ નવસારી કોલેજમાં મુકવાના બહાને ધરમપુર અને ડુમ્મસ ફરવા પણ લઇ ગયો હતો.
કામ અપાવવાના બહાને યુવતીને પોતાની વાતોમાં ફસાવી
યુવક ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સાથે મિત્રતા થયા બાદ તેને ધરમપુર પણ લઇ ગયો હતો. ત્યાર બાદ ધરમપુર જતા સમયે બંન્ને એક જ કારમાં હતા ત્યારે કિસ કરી લીધી હતી. ત્યાર બાદ બંન્ને વારંવાર કારમાં એકાંત માણતા હતા. યુવતી વિદેશમાં માસ્ટર ડિગ્રી માટે જવા ઇચ્છતી હતી. ત્યાર બાદ પોસપોર્ટનું ઓનલાઇન ફોર્મ ભરવાના બહાને ઘરે બોલાવીને પણ શરીર સંબંધ બાંધ્યો હતો.
ADVERTISEMENT
વિરેન્દ્ર પરણીત હોવાની વાત યુવતીથી છુપાવી
જો કે વિરેન્દ્ર પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે યુવતીએ પોતાની સાથે છેતરપિંડી થઇ રહી હોવાનું લાગ્યું હતું. જેથી વિરેન્દ્રએ યુવતીને પોતે છુટાછેડા લેવાનો છે અને ત્યાર બાદ લગ્ન કરીને ઓસ્ટ્રેલિયા જઇશું તેવા સપના દેખાડ્યા હતા.
પોતાની પત્ની અને બાળકની ઓળખ બહેન અને ભાણીયા તરીકે આપી
મોબાઇલ સ્ટેટસમાં અનેકવાર પોતાની પત્નીની ઓળખ બહેન તરીકે આપી હતી. જો કે એક દિવસ યુવતી અચાનક તેના ઘરે પહોંચી જતા સમગ્ર ભાડો ફુટી ગયો હતો. આખરે યુવતીએ અલથાણ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જેના પગલે પોલીસે ફરિયાદ દાખલ કરાવીને વિરેન્દ્ર પટેલની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT