સુરતમાં 6 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ, બાળકીએ એવી ચાલાકી બતાવી કે અજાણ્યો શખ્સ ડરીને ભાગ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાતમાં સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે હવે તો ગુનેગારોને પોલીસનો પણ ડર ન હોય તેમ લોકોના ઘર સુધી પહોંચીને નાની માસુમ બાળકીઓનું અપહરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરના બરોદ વિસ્તારમાં 6 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ કરાયો, જોકે બાળકીએ પોતાની સમજદારીથી અપહરણકારના ચુંગાલમાંથી બચી ગઈ હતી. અપહરણના પ્રયાસની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે સુરત પોલીસે FIR નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

ફ્લેટની સીડીમાંથી બાળકીના અપહરણનો પ્રયાસ
વિગતો મુજબ, સુરતના બરોદમાં વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની સીડીમાં એક અજાણી વ્યક્તિ આવીને 6 વર્ષની બાળકી સાથે વાત કરવાનું શરૂ કરી દે છે. બાદમાં અજાણ્યો વ્યક્તિ બાળકીને પોતાની વાતોમાં ફસાવીને તેને કપાળ પર ચુંબન કરે છે અને બાળકી પણ તેની પાછળ પાછળ જવા લાગે છે. જોકે થોડે આગળ જતા જ બાળકીને આ વ્યક્તિનો ઈદારો સમજાતા તે પાછી વળી જાય છે. ત્યારે ફરી આ વ્યક્તિ તેની પાસે આવે છે અને તેને તેડીને નીચે જવા લાગે છે.

બહાદૂરીથી બાળકીએ પોતાને છોડાવી
જ્યારે બાળકી અસ્વસ્થતા અનુભવવા લાગે છે, ત્યારે તે રડવા લાગે છે અને આ યુવકને મારવા લાગે છે. જેથી શોરબકોર થતા આ અજાણ્યો વ્યક્તિ બાળકીને ત્યાં મૂકીને ભાગી જાય છે. બાદમાં બાળકી રડતા રડતા તેના ઘરે જાય છે અને માતા-પિતાને આખી વાત કહે છે. બાળકીના માતા-પિતા દ્વારા સીસીટીવી વિડીયો સાથેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી 6 વર્ષની માસૂમ સાથે આ પ્રકારનું કૃત્ય કરનાર અજાણ્યા શખ્સને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરાયા હતા. પોલીસે સુરત ગ્રામ્ય વિસ્તારના કડોદરામાંથી આરોપી રાજન ગુપ્તાની ધરપકડ કરી હતી.

ADVERTISEMENT

સીસીટીવીના આધારે આરોપી પકડાયો
પોલીસના હાથે ઝડપાયેલો આ વ્યક્તિ રાજન જિતેન્દ્ર ગુપ્તા કડોદરા વિસ્તારમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે. તેણે પોલીસને જણાવ્યું કે, તેની પત્ની ક્યાંક ગાયબ થઈ ગઈ હતી તેથી તે બિલ્ડિંગમાં ગયો હતો. પરંતુ પોલીસને તેના પર વિશ્વાસ નથી. તેથી તેની સામે પોક્સો, અપહરણ અને છેડતીની કલમો હેઠળ ગુનો નોંધી તેની સત્તાવાર ધરપકડ કરી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર એન.કે.કામડિયાએ જણાવ્યું હતું કે, સુરત પોલીસની સીટીમ બાળકોને જાગૃત કરવા માટે ગુડ ટચ અને બેડ ટચ નામનો કાર્યક્રમ ચલાવે છે. તે કાર્યક્રમ અંતર્ગત બાળકોને જાગૃત કરવામાં આવે છે અને આવી ઘટનાઓનો ભોગ બનતા બચાવામાં આવે છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT