SURAT: 250 મકાઈથી ઈકોફ્રેન્ડલી ગણેશ ભગવાનની મૂર્તિનું નિર્માણ કરાયુ, એના રેસાથી મૂષક પણ બનાવાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરતઃ ગુજરાતમાં અત્યારે ગણેશોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં અત્યારે ઈકોફ્રેન્ડલી ગણેશ ભગવાનની મૂર્તિ ચર્ચાનું કેન્દ્ર બનતી રહે છે. આ દરમિયાન સુરતમાં ડો. આદિતિ મિત્તલે ગણેશ ભગવાનની ખાસ મૂર્તિ બનાવી હતી. તેમણે 250 મકાઈનો ઉપયોગ કરીને ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી છે. એટલું જ નહીં આ મકાઈના રેસાથી તેણે મૂષક પણ બનાવ્યું છે. ચલો આપણે આ અનોખા ગણપતિ ભગવાન વિશે વિગતવાર માહિતી મેળવીએ….

સુરત શહેરના વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં મકાઈથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિને સવાર અને સાંજ બંને સમયે આરતી માટે લવાય છે. સુરતના આર્ટિસ્ટ ડોકટર આદિતી મિત્તલને આ મકાઈના ગણપતિ બનાવવા માટે પાંચ દિવસની મહેનત લાગી હતી. આ દરમિયાન તેમણે 250 મકાઈનો ઉપયોગ કર્યો હતો. જે આશરે 50 કિલોથી વધારે હશે. વળી આની સાથે આ મકાઈના ગણેશ ભગવાનની મૂર્તિ 5 ફૂટની બનાવાઈ છે. આને યુનિવર્સિટીના એમ્પી થિએટરમાં રાખવામાં આવી છે.

ADVERTISEMENT

મૂર્તિના વિસર્જન પછી ખાસ પ્લાન…
ડો.આદિતી મિત્તલ છેલ્લા 6 વર્ષથી ઈકોફ્રેન્ડલી ગણેશ ભગવાનની મૂર્તિ બનાવતા આવે છે. તેમણે કહ્યું કે મૂર્તિનું વિસર્જન થશે ત્યારે આ મકાઈને પ્રસાદના રૂપે જરૂરિયાત હોય તેવા લોકોને વિતરિત કરાશે. જેનાથી ગણેશજીની આ સાચ્ચી પ્રાર્થના થશે. આદિતી મિત્તલના ગણેશજી તડબૂચ, ડ્રાયફ્રુટ્સ, નારિયેળ સહિતના ઈકોફ્રેન્ડલી મૂર્તિ બનાવી ચૂક્યા છે. જેને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, ગુજકાત બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી ચૂક્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT