ATSએ પોરબંદરથી પકડેલા આતંકી મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, સુમેરાબાનુ સુરતમાં ફિદાઈન હુમલા માટે તૈયાર હતી
સુરત: ગુજરાત ATSની ટીમે રથયાત્રા પહેલા રાજ્યમાંથી IS ખુરસાન સાથે સંકળાયેલા 5 આતંકીઓને ઝડપી પાડયા હતા. પોરબંદરથી પકડાયેલા આ આતંકીઓમાં શ્રીનગરના 4 સહિત એક સુરતની…
ADVERTISEMENT
સુરત: ગુજરાત ATSની ટીમે રથયાત્રા પહેલા રાજ્યમાંથી IS ખુરસાન સાથે સંકળાયેલા 5 આતંકીઓને ઝડપી પાડયા હતા. પોરબંદરથી પકડાયેલા આ આતંકીઓમાં શ્રીનગરના 4 સહિત એક સુરતની મહિલા પણ સામેલ હતી. ત્યારે ATSની પૂછપરછમાં સુરતની સુમેરાબાનુએ ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે. સુમેરાબાનુનો સુરતની ફેમિલી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ દરમિયાન તેણે કોર્ટની રેકી કરી હોવાનું સામે આવ્યું છે.
કમલમની પણ રેકી કરી હતી
સાથે જ આદેશ મળતા તે કોર્ટમાં ફિદાઈન હુમલો કરવા માટે તૈયાર હતી. તેણે સુરતની કોર્ટમાં જજ તથા વકીલોની અવરજવર પર પણ રેકી કરી હતી. તો બીજી તરફ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સુમેરાબાનુએ ગાંધીનગરમાં કમલમની પણ રેકી કરી હતી.
દરોડામાં ATSને મળી પ્રતિબંધિત વસ્તુઓ
શુક્રવારે મોડી રાત્રે ATSની ટીમ પોરબંદરમાં દરોડા પાડીને આતંકીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન ઘણી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જેમાં ISKPના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફસ, અમીરુલમોમીનીન (કમાન્ડર ઑફ ધ ફેથફુલ ઓર લીડર) ને બાયા’હ (નિષ્ઠાનાં શપથ) આપતા ચાર કાશ્મીરી યુવાનોના વીડિયો, તેમના બાયા’હ ની ઓડિયો ક્લિપ્સ તેમજ તેઓએ ખોરાસાનમાં હિજરત કરી છે તેવો ઉલ્લેખ કરતી ફાઈલો મળી આવેલી છે. તેઓની વધુ પુછપરછમાં જાણવા મળ્યુ છે કે, તેઓને તેમના હેન્ડલર, અબુ મઝા દ્વારા પોરબંદર પહોંચવાની સુચના આપવામાં આવી હતી અને જ્યાંથી તેઓ મજુર તરીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા અને આ બોટ અને તેના કપ્તાનનો ઉપયોગ કરીને તેઓને આપેલા પુર્વ નિર્ધારિત જીપીએસ કોઓર્ડિનેટ સુધી પહોંચવાના હતા, જ્યાં તેઓને ધો (Dhow) દ્વારા ઈરાન લઈ જવામાં આવનારા હતા.
ADVERTISEMENT
અફઘાનિસ્તાનમાં ફિદાઈન હુમલો કરવાના હતા
આ લોકોને પછી નકલી પાસપોર્ટ આપવાના હતા. જેનો ઉપયોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસન પહોંચવાના હતા. ત્યારબાદ તેઓએ ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાનમાં ISKP વતી તેના આતંકવાદી કૃત્યમાં ભાગ લેવાના હતા અને શહાદત હાંસલ કરવાની હતી. ત્યારપછી હેન્ડલર અને ISKP દ્વારા તેમની શહાદતને જાહેર કરવા માટે તેઓના પુર્વ-રેકોર્ડ કરેલા નિવેદનો, ફોટોગ્રાફ્સ, વિડિયો અને દસ્તાવેજોનો કરવામાં આવનાર હતો.
પકડાયેલા પાંચેય આરોપીઓ ISKPમાં જોડાવા માટે ફરાર હતા. તેઓ છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમના બોસના કહેવાથી સરહદ પારથી કટ્ટરપંથી બન્યા હતા. DIG દીપન ભદ્રન અને એસપી સુનિલ જોષીના નેતૃત્વમાં પોરબંદરમાં મોડી રાતથી ઓપરેશન શરૂ થયું હતું. ATS પાસે થોડા સમય માટે ઇનપુટ્સ હતા, ત્યારથી આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી અને તમામને ટ્રેક કરવામાં આવી રહ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT