અચાનક 100 થી વધારે વિદ્યાર્થીઓ ઉલટીઓ કરી કરીને બેભાન થઇ ગયા
ચેન્નાઇ : તમિલનાડુના કૃષ્ણાગિરીમાં એક સરકારી શાળામાં 100થી વધારે વિદ્યાર્થીઓને અચાનક ઉલ્ટીઓ થવા લાગી હતી અને ત્યાર બાદ તમામ બેહોશ થઇ જતા હોસ્પિટલ સારવાર માટે…
ADVERTISEMENT
ચેન્નાઇ : તમિલનાડુના કૃષ્ણાગિરીમાં એક સરકારી શાળામાં 100થી વધારે વિદ્યાર્થીઓને અચાનક ઉલ્ટીઓ થવા લાગી હતી અને ત્યાર બાદ તમામ બેહોશ થઇ જતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવા પડ્યા હતા. હાલ તો તમામની સારવાર ચાલી રહી છે વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર છે અને અધિકારીઓ કારણની તપાસ કરી રહ્યા છે.
જો કે પ્રાથમિક રીતે ઝેરી ગેસના કારણે વિદ્યાર્થીઓને આવું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેસ કૃષ્ણાગિરિ જિલ્લાના હોસુરની નજીક જ એક સરકારી માધ્યમિક શાળા છે. જ્યાં શુક્રવારે ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓ અચાનક ઉલટીઓ કરવા લાગ્યા હતા અને બેહોશ થઇ ગયા હતા.
વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે માહીતી મળતા જ તત્કાલ પ્રિન્સિપાલે એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો તમામ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા. હાલ તમામ બાળકોની સારવાર ચાલુ છે અને તમામ ખતરાની બહાર છે. વિદ્યાર્થીઓની સંખ્યા જોતા અન્ય મેડિકલ ટીમ પણ ઉતારી દેવામાં આવી છે.
ADVERTISEMENT
બીજી તરફ ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. આ થવા પાછળનું કારણ જાણવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા જો કે અધિકારીઓને હાલ તો હવામાં ઝેરી ગેસની આશંકા છે. જો કે હાલ તો તપાસ ચાલી રહી છે. આસપાસના ઉદ્યોગો સહિત અધિકારીઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT