ડીસામાં ખાણખનીજ વિભાગનું સફળ ઓપરેશન, 5 ડમ્પર એક હિટાચી મશીન સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત

ADVERTISEMENT

ડીસામાં ખાણખનીજ વિભાગનું સફળ ઓપરેશન, 5 ડમ્પર એક હિટાચી મશીન સહિત કરોડો નો મુદ્દામાલ જપ્ત
ડીસામાં ખાણખનીજ વિભાગનું સફળ ઓપરેશન, 5 ડમ્પર એક હિટાચી મશીન સહિત કરોડો નો મુદ્દામાલ જપ્ત
social share
google news

ધનેશ પરમાર,બનાસકાંઠા: રાજ્યમાં ખનીજમાફિયા બેફામ બન્યા છે. આ દરમિયાન બનાસ નદીમાં ખનીજ ચોરી કરતા માફીઆઓ ઝડપાયા છે. શહેરોમાં સિમેન્ટના બનતા જંગલો માટે ખનીજ રેતી મુખ્ય જરૂરિયાત છે. ત્યારે સરકારને રોયલ્ટી ભર્યા વિના સમગ્ર બનાસ નદીના પટને ખોદી રહ્યા છે. રાત દિવસ થતું ખોદકામ અને ભૂમાફિયાઓ પર લગામ લગાવવા માટે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ અને તેમની ટીમે હવે રાત્રી સમયે પણ સક્રિય બની.

ડીસા ના રાણપુર ગામ નજીક બનાસ નદી ખનીજ ચોરી કરતા તત્વો પણ દરોડા કાર્યવાહી હાથ ધરી હતી. ખનીજ રેતી ચોરીનું કોભાંડ ઝડપી પાડ્યું છે.  જેમાં પાંચ ટર્બાઓ તેમજ એક હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. આ દરોડા કાર્યવાહી અંગે માહિતી આપતા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહે જણાવ્યું હતું કે ” રોયલ્ટી ચોરી કરી તેમજ ખનીજ ચોરી કરતા તત્વો સરકારના ફંડને નુકસાન કરે છે. જેથી તેઓને અટકાવવા જરૂરી છે.

દાંતીવાડા વાઘરોલ નજીકથી ઓવરલોડ રેતી ભરેલી ટ્રક ઝડપાઈ હતી. જે બાદની તપાસમાં બનાસ નદીના રાણપુર ગામના તટમાં રેતી ચોરીનું માલુમ પડતા હવે ટીમ સાથે ત્યાં દરોડો પાડ્યો હતો. જમા તપાસ દરમિયાન પાંચ ટ્રકો તેમજ એક ઇટાચી મશીન ગેરકાયદેસર કામમાં વપરાતા હોવાની માહિતી મળી હતી. જેથી આ તમામ વાહનોને તપાસ અર્થે કબજે કરી, ડીસા તાલુકા પોલીસ મથકે રખાયા છે.

ADVERTISEMENT

ખનીજ ચોરી અટકાવવા નાગરિકો આગળ આવે
તેઓએ સમગ્ર જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ” ખનીજ ચોરી દંડનીય અપરાધ છે. જેને અટકાવવા નાગરિકો પણ આગળ આવે. જો કોઈ ખનીજ ચોરી આપની જાણે આવે તો, તુરંત અમારું સંપર્ક કરવો, આપનાર નાગરિકને ઓળખ છુપી રાખવામાં આવશે. તેવું તેઓએ પોતાના મોબાઈલ નંબર +91 92696 26071 જાહેર કરી માહિતી આપવા જણાવ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT