કેનેડામાં અકસ્માત સર્જાતા ગુજરાતી વિદ્યાર્થીનું દર્દનાક મોત, ગેરેજમાં મુકેલ કાર ચાલુ રહી બની દુર્ઘટના

ADVERTISEMENT

gujarattak
social share
google news

Canada News : કેનેડામાં એક દુર્ઘટનાથી ગુજરાતી યુવકનું કમકમાટી ભર્યું મોત થયું છે. કેનેડાના ટોરેન્ટો વિસ્તારમાં આવેલા ટાઉનહાઉસમાં ઓન એકટીવા એવેન્યુ વિસ્તારમાં ઘરના ગેરેજમાં મૂકેલી કાર ચાલુ રહેતા કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધતાં શ્વાસ રૂંધાવના કારણે નીલ પટેલ નામક આ યુવકનું મોત થયું છે. આ યુવક મૂળ નવસારીના મોટી કરોડ ગામનો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં કુલ છ લોકોને દાખલ કરવામાં આવ્યા જેમાં આ નવસારીમાં રહેતા યુવકનું મોત નીપજ્યું હતું. વિદેશમાં ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે દુર્ઘટના બની હોવાનું કારણ સામે આવ્યું છે.

એપ્રિલથી જૂન મહિનામાં 3 ગુજરાતી વિદ્યાર્થીના મૃત્યુ

આ સિવાય જો એપ્રિલથી જૂન મહિનાની વાત કરવામાં આવે તો કેનેડામાં કુલ 3 ગુજરાતી વિદ્યાર્થીના મૃત્યુ થયા છે. જો આ વિદ્યાર્થીઓના મૃત્યુનું કારણ જોવામાં આવે તો વિચિત્ર વાતએ છે કે ત્રણેયના મૃત્યુ ડૂબી જવાથી થયા અને રહસ્યમય સંજોગોમાં જ ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. કેનેડાની સ્થાનિક પોલીસ દ્વારા આ રહસ્યમય મૃત્યુ પાછળ કોઈ ગુનાહિત એંગલનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે.

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના ચક્કરમાં પણ કેટલાય લોકો જીવ ગુમાવે છે

આ સિવાય વિદેશ જવાના ટ્રેન્ડ વચ્ચે કેટલાય લોકો કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના ચક્કરમાં જીવ ગુમાવી બેસે છે. અમેરિકા જવાના ચક્કરમાં ગુજરાતના મહેસાણાના ડિંગુચા ગામનો પરિવાર યુએસ-કેનેડા બોર્ડર પર માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં ફસાઈ જતા મોતને ભેટ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT