ગુજરાતમાં ધો.3 થી 8ના વિદ્યાર્થીઓની 3 એપ્રિલથી એકસાથે વાર્ષિક પરીક્ષા યોજાશે, જાણો સમગ્ર કાર્યક્રમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યમાં ધોરણ 3થી 8ના તમામ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાને લઈને મોટી ખબર સામે આવી રહી છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) જે મુજબ આગામી 3 થી 21મી એપ્રિલ દરમિયાન વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની આ પરીક્ષાનો કાર્યક્રમ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં સમાન રહેશે. આ સાથે તમામ સ્કૂલોનું ટાઈમટેબલ પણ એક સમાન રહેશે.

જિલ્લા કક્ષાએ તૈયાર થશે પ્રશ્નપત્રો
ખાસ વાત એ રહેશે કે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની આ વાર્ષિક પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રશ્ન પત્ર તૈયાર કરવામાં આવશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયની પરીક્ષા માટે સમાન સમયપત્રકના આધારે નિયમ પરિરૂપ મુજબ પેપર તૈયાર કરવાના રહેશે. બાકીના વિષયોની પરીક્ષા ખાનગી પ્રાથમિક શાળાએ સ્વૈચ્છિક પોતાની રીતે શાળા કક્ષાએ તૈયાર કરેલા ટાઈમટેબલ મુજબ યોજવાની રહેશે.

ધોરણ 5 અને 8 સિવાયના વિદ્યાર્થીઓને નપાસ નહીં કરાય
ધોરણ 3થી 4ના વિદ્યાર્થીઓને પ્રશ્ન પત્રમાં જ જવાબો લખવાના રહેશે. જ્યારે ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓને અલગ ઉત્તરવહીમાં જવાબો લખવાના રહેશે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 3થી 8ની પરીક્ષામાં ધોરણ 5 અને 8માં E ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓને બે માસના સમયગાળામાં ઉપચારાત્મક શિક્ષણ કર્યા બાદ શાળા કક્ષાએ પુનઃકસોટી યોજવાની રહેશે. વિદ્યાર્થીઓ આ કસોટીમાં ગ્રેડમાં વધારો કરી આગલા ધોરણમાં જઈ શકશે. જ્યારે આ ધો.5 અને 8 સિવાયના કોઈ પણ વિદ્યાર્થીને આગલા ધોરણમાં જતા રોકી શકાશે નહીં. આમ ધોરણ 5 અને 8માં નાપાસ વિદ્યાર્થીઓએ ફરી એ જ ધોરણમાં અભ્યાસ કરવો પડશે.

ADVERTISEMENT

14 માર્ચથી બોર્ડની પરીક્ષા
નોંધનીય છે કે, બીજી તરફ રાજ્યભરમાં આગામી 14મી માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં ધોરણ 10માં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ માટે 958 કેન્દ્રો નક્કી કરાયા છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ અને વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેના માટે 665 જેટલા કેન્દ્રોમાં પરીક્ષા યોજાશે.

ધોરણ-3થી 8ની પરીક્ષાનો કાર્યક્રમ
તારીખ ધોરણ વિષય
3 એપ્રિલ 3થી 5 ગણિત
5 એપ્રિલ 3થી 5 ગુજરાતી
6 એપ્રિલ 3થી 5 પર્યાવરણ
8 એપ્રિલ 3થી 5 હિન્દી
10 એપ્રિલ 3થી 5 અંગ્રેજી
11 એપ્રિલ 3થી 5 મરાઠી, ઉડીયા, તેલુગુ, તમિલ, ઉર્દુ
12 એપ્રિલ 6થી 8 ગુજરાતી
13 એપ્રિલ 6થી 8 વિજ્ઞાન
15 એપ્રિલ 6થી 8 સામાજિક વિજ્ઞાન
17 એપ્રિલ 6થી 8 ગણિત
18 એપ્રિલ 6થી 8 હિન્દી
19 એપ્રિલ 6થી 8 અંગ્રેજી
20 એપ્રિલ 6થી 8 સંસ્કૃત
21 એપ્રિલ 6થી 8 મરાઠી, ઉડીયા, તેલુગુ, તમિલ, ઉર્દુ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT