VADODARA માં કાંકરી પણ ફેંકી હોય તેની આત્મા પણ કકળી ઉઠે તેવી કાર્યવાહીના આદેશ
ગાંધીનગર : વડોદરામાં થયેલા કોમી હુલ્લડો અને રામનવમીની શોભાયાત્રા પર થયેલા હુમલાના પડઘા હવે રાષ્ટ્રીય સ્તર સુધી પડ્યા છે. ગાંધીનગરથી તમામ તોફાનીઓને ઝડપી લેવા માટેના…
ADVERTISEMENT
ગાંધીનગર : વડોદરામાં થયેલા કોમી હુલ્લડો અને રામનવમીની શોભાયાત્રા પર થયેલા હુમલાના પડઘા હવે રાષ્ટ્રીય સ્તર સુધી પડ્યા છે. ગાંધીનગરથી તમામ તોફાનીઓને ઝડપી લેવા માટેના આદેશ થયા છે. તમામ આરોપીઓને રાત્રે 12 વાગ્યા સુધીમાં રાઉન્ડઅપ કરી લેવા માટેના આદેશો થયા છે. બીજી તરફ ગુજરાત રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ તમામ તોફાની તત્વોને ઝડપીને કડકમાં કડક કાર્યવાહી માટેના આદેશ આપ્યા છે. ડીજીપી સાથે બેઠક પણ આયોજીત કરી છે. આ ઉપરાંત ગૃહરાજ્યમંત્રી હાલ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ બેઠકમા વડોદરાના ઉચ્ચ અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા. હર્ષ સંઘવીએ આસપાસના સીસીટીવીનું વિશ્લેષણ કરીને આરોપીઓને ઝડપીને ઉદાહરણીય કાર્યવાહી માટેના આદેશ આપ્યા છે.
શોભાયાત્રા પર મસ્જિદમાંથી પથ્થરમારો શરૂ થયો
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં વધારે એક શોભાયાત્રા પર મસ્જિદમાંથી પથ્થરમારો થયો છે. કુંભારવાડા વિસ્તારમાં મસ્જિદમાંથી અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. જો કે આ કાબુ મેળવવા માટે તેને લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ SRP ની 2 ટુકડી, ક્રાઇમબ્રાંચ ડીસીપી સહિત 500 જેટલા તાલીમાર્થી જવાનોને પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 14 થી વધારે લોકોની અટકાયત કરી લેવાઇ છે. પોલીસ સતત સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છે. આ ઘટનામાં આશરે 3થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
હાલ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલ આ મુદ્દે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રામનવમીના દિવસે સતત બે વખત પથ્થરમારો થયો હતો. જેના કારણે પરિસ્થિતિ વધારે તંગ બની હતી. રામનવમી નિમિતે શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા ફતેહપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે પહોચી ત્યારે મસ્જિદમાંથી પથ્થરમારો શરૂ કરાયો હતો. રામજીની મુર્તિને પથ્થરવાગતા તે ખંડીત થઇ હતી. જો કે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT