રાજકોટ સિવિલમાં સ્ટ્રેચર ભગવા રંગમાં રંગી દેવાયા, કોંગ્રેસે કહ્યું- હવે પાટા-દવા પણ ભગવા રંગની આવશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિલેશ શિશાંગિયા/રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં દર્દીઓ માટે વપરાતા સ્ટ્રેચરમાં બે દિવસમાં સ્ટ્રેચરનો કલર બદલીને સફેદને બદલે ભગવો કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. ત્યારે આ પ્રકારનું કાર્ય કરવ પાછળ હોસ્પિટલ સ્ટાફ દ્વારા એવું કારણ કહેવાયું છે કે, સ્ટ્રેચર ગુમ થઈ જતા હોવાથી તેને કેસરી રંગ કરી દેવામાં આવ્યો છે. વિવાદ વધતા ફરીથી સ્ટ્રેચરને બાદમાં સફેદ રંગ કરી દેવામાં આવ્યો હતો.

સ્ટ્રેચર પર ભગવો રંગ કરવા પાછળ શું કારણ અપાયું?
રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેના સ્ટ્રેચરનો કલર બદલીને ભગવો કરી દેવાતા રાજકારણ ગરમાયું હતું. જે બાદ સિવિલમાં ફરજ પરના મેડિકલ ઓફિસર ડો. અશ્વિન રમાણીએ આ અંગે જણાવ્યું કે, આ અમારી ભૂલ છે, સામાન્ય રીતે સફેદ કલરનું જ સ્ટ્રેચર હોય છે, સ્ટ્રેચર ગુમ ન થાય તે માટે અમે ભગવો કલર કર્યો. જોકે કેસરી કલર યોગ્ય નથી એટલે અમે ફરીથી સફેદ કલર સ્ટ્રેચર પર કરવા માટે સૂચના આપી છે.

કોંગ્રેસ નેતા સિવિલ દોડ્યા
વિવાદને પગલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત સિવિલ પહોંચી ગયા હતા. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કહ્યું હતું કે, મધ્યમ વર્ગના લોકોને દેવાતી સાયકલ પણ ભગવા રંગની હતી. તેમણે કહ્યું, આવતા દિવસોની અંદર દર્દીઓને લગાવવાના પાટા અને દવા પણ ભગવા હશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT