વાહ ભાઇચારો વાહ! ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર માટે પોલીસ પ્રોટેક્શનની માંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ : રાપર બેઠક પર ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર માટે પોલીસ પ્રોટેક્શન માંગ્યુ છે. ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ વડાને પત્ર લખીને કોંગ્રેસના ઉમેદવાર બચુભાઇ આરેઠીયાને પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી. અગાઉ બચુભાઇના પત્ની અહીંથી ધારાસભ્ય હતા. તેમના વિકાસ કાર્યો ન કરતા અનેક ગામોમાં બચુભાઇ અરેઠીયાએ પોતાના લોકોને પ્રચાર કરતા અટકાવ્યા હોવાનું પણ જણાવ્યું હતું. કોંગ્રેસ ઉમેદવાર બચુભાઇ અરેઠીયા હાર ભાળી ગયા હોવાથી પોતાના પર હુમલો કરાવી શકે તેવા આક્ષેપો કર્યા હતા. બચુભાઇએ પોતે કરાવેલા હુમલાથી ભાજપની છબી ખરાબ ન થાય તે માટે પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ ભાજપે કરી છે.

ભચુભાઇ અરેઠીયા દ્વારા ભાજપ પર લગાવાયા ગંભીર આક્ષેપ
કચ્છના રાપરથી ચોંકાવનારા ઘટનાક્રમ બાદ રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. જો કે બચુભાઇ અરેઠીયાએ આ અંગે જણાવ્યું કે, કાલે મારા પર ભાજપના ગુંડાઓ દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હોવાની મને આશંકા છે. જો કે હું ભાજપની આ પ્રકારની કાયર હરકતોથી ગભરાવાનો નથી.

ADVERTISEMENT

કચ્છ જિલ્લામાં 2 કોંગ્રેસ પાસે 4 ભાજપ પાસે સીટ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 15 મી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે. ત્યારે કચ્છ જિલ્લામાં પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં કુલ 6 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવી છે. 2017 ની ચૂંટણીની વાત કરીએ તો કચ્છ જિલ્લાની બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ હતી. ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT

(વિથ ઇનપુટ કૌશિક કાંટેચા)

    follow whatsapp

    ADVERTISEMENT