વિચિત્ર ગ્રુપ: મુસ્લિમ યુવતીઓને બ્લેક મેઇલ કરવા માટે સેંકડો યુવકોનું ગ્રુપ ચલાવતા

ADVERTISEMENT

Black mail case
Black mail case
social share
google news

Vadodara News : વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાવવા માટે ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા તપાસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ત્રણ યુવકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સમગ્ર મામલે ડીસીપી અભય સોનીએ જણાવ્યું કે, આરોપી વોટ્સએપમાં ગ્રુપ ચલાવતા હતા. જે માધ્યમથી તેમને માહિતી મળતી રહેતી હતી કે, બે અલગ અલગ ધર્મના યુવક યુવતીઓ સાથે ફરી રહ્યા છે. ત્યાર બાદ આ લોકો ફોટા પાડી લઇને બંન્નેને બ્લેકમેઇલ કરતા હતા.

વોટ્સએપ ગ્રુપ ચલાવતા ત્રણેય ગ્રુપ એડમિનની ધરપકડ

આ અંગે વિગતે માહિતી આપતા અભય સોનીએ કહ્યું કે, વોટ્સએપ ગ્રુપ ચલાવતા ત્રણેય ગ્રુપ એડમિનની ધરપકડ કરવામાં આવી છે. અન્ય લોકોની પણ પુછપરછ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ યુવાનોની આખી ટીમ હતી. આ લોકો યુવતીઓ પર નજર રાખતા હતા. ત્યાર બાદ તેઓ અલગ-અલગ ધર્મના યુવક-યુવતી સાથે બેઠેલા હોય તો ત્યાં પહોંચી જતા હતા તેમની તસ્વીરો પાડતા હતા. ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા અને પરિવારને જાણ કરવાની પણ ધમકી આપતા હતા.

દરેક ગ્રુપ 4 મહિના માટે જ એક્ટિવ રાખતા હતા

આ આરોપીઓ એક ગ્રુપ બનાવીને ફક્ત 4 મહિના માટે જ એક્ટિવ રાખતા હતા, ત્યાર બાદ ગ્રુપ ડિલિટ કરીને નવું ગ્રુપ બનાવતા હતા. ત્યાર બાદ નવું ગ્રુપ બનાવીને ફરીથી કોમી વૈમનસ્ય ફેલાય તેવા વીડિયો નાખતા હતા. તેઓ મોબ લિન્ચિંગ, બોમ્બ બનાવવા અને રમખાણો થાય તો કઇ રીતે હુમલો કરવા વગેરે જેવી ટીપ્સ પણ નાખતા હતા. કોમી ભડકો થાય તેવી પ્રવૃતિ પણ કરતા રહેતા હતા.

ADVERTISEMENT

(દિગ્વિજય પાઠક)

    follow whatsapp

    ADVERTISEMENT