ગુજરાતમાં નહી આવે બિપરજોય, સ્કાયમેટે કહ્યું વાવાઝોડું કરાંચી તરફ જશે પરંતુ તોફાની વરસાદ ધમરોળશે
અમદાવાદ : દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું ચક્રવાદ બિપોરજોય એક્સટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થઇ ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચક્રવાત બિપોરજોયને પગલે ગુજરાતના…
ADVERTISEMENT
અમદાવાદ : દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું ચક્રવાદ બિપોરજોય એક્સટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થઇ ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચક્રવાત બિપોરજોયને પગલે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્રને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી હાલ 460 કિલોમીટર દુર છે. આગામી 15 જુન સુધીમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા છે. બીજી તરફ બિપોરજોય વાવાઝોડુ કરાંચી તરફ ફંટાઇ જશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
સ્કાયમેટે જણાવ્યું કે, વાવાઝોડું આગળ વધતાની સાથે જ નબળું પડશે. વાવાઝોડું સતત ઉત્તર તરફ આગળ વધતું હોવાના કારણે ભારે વરસાદ પડશે. ગુજરાતના દરિયા કિનારે 100 થી 120 ની સ્પીડે ફૂંકાશે અને ભારે પવન ફુંકાતા કિનારાના વિસ્તારોમાં નુકસાનની પણ શક્યતાઓ છે. 15 જુન સુધીમાં ભારે પવન ફુંકાવાની પણ સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે.
સ્કાયમેટના અનુસાર ગુજરાતમાં વાવાઝોડાની અસર આજ સાંજથી જ વર્તાવાની શરૂ થઇ જશે. દરિયા કિનારાના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસે તેવી શખ્યતા છે. મહારાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત વરસાદની પણ શક્યતા નકારી શકાય નહી. જો કે સૌથી વધારે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદની શક્યતા વર્તાઇ રહી છે. અહીં વરસાદ પણ તોફાની હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT