કાંકરીચાળો: અરવિંદ કેજરીવાલ પર ફરફરતો પથ્થર આવ્યો અને તેમણે ગાડીમાં જતું રહેવું પડ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : અરવિંદ કેજરીવાલના રોડ શો પર પથ્થરમારાની ઘટના બની હતી. સુરતમાં અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. જો કે તેમાં એક શેરીમાંથી અચાનક તેમના પર પથ્થરમારો થતા તેમને સુરક્ષાના કારણોસર ગાડીની અંદર લઇ લેવામાં આવ્યા હતા. જો કે અરવિંદ કેજરીવાલ થોડા સમય બાદ ફરીથી એકવાર બહાર આવી ગયા હતા.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભારત માતા કી જય. શું નજારો છે. આજે તો ભાજપ વાળાઓને ઉંઘ નહી આવે. હું ગુજરાતના પરિવારનો હિસ્સો બની ચુક્યો છું. રોડ શો જોઇને આ લોકો ગભરાઇ ગયા છે. એટલે જ પથ્થરમારા કરી રહ્યા છે. હવે એ દિવસો દુર નથી કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી સુશાસન શરૂ કરશે. ગુજરાતીમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી આવી રહી છે, ભાજપ જઇ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT