આનંદો… નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ડેમ ઓવરફલો થવા તરફ

ADVERTISEMENT

Narmda dam
Narmda dam
social share
google news

અમદાવાદ: રાજ્યમાં આ ચોમાસું ખૂબ જ સારું રહ્યું છે. વર્ષનો સરેરાશ વરસાદ 100 ટકાથી વધુ રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 100.98 ટકાથી વધુ વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 42.35 ટકા વરસાદ નોંધાયો હતો. ત્યારે વધુ વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 137.00 મીટરની સપાટીએ પહોંચ્યો છે.

ગુજરાત તથા મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલ વરસાદના પરિણામે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે સવારે 9 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 137.00 મીટર નોંધાઈ છે. હાલ પાણીની આવક – 1,01,566 ક્યુસેક છે. સતત પાણીની આવકને ધ્યાને લઈ નર્મદા ડેમના 5 દરવાજા ખોલીને 10,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. રીવરબેડ પાવર હાઉસમાંથી 42,943 ક્યુસેક પાણીની જાવક છે. કુલ નદીમાં જાવક – 52,943 ક્યુસેક રહેશે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની કુલ સપાટી 138.68 મીટર છે. અને ત્યાં સુધી ડેમ ભરાય તે માટે હજી વધુ ભારે વરસાદની જરૂર છે. ડેમ ચાલકવાને ફક્ત 1.68મીટર પાણી ઓછું છે ત્યારે હજુ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે ડેમ ચાલુ વર્ષમાં ઓવર ફ્લો થશે.

ADVERTISEMENT

 વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં બીજું વહન શરૂ થવાની તૈયારી છે. ત્યારે તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે. જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતા રહેલી છે.

    follow whatsapp

    ADVERTISEMENT