ધો.12 રિઝલ્ટ: સુરતમાં આશા વર્કરની દીકરી બની ટોપર, અમદાવાદમાં રીક્ષા ચાલકના દીકરાને 92 ટકા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે બોર્ડનું 73.27 પરિણામ આવ્યું છે. ત્યારે રાજ્યમાં ઘણા વિદ્યાર્થીઓએ અનેક પકડારોની સામે પોતાની મહેનતથી સફળતાના શિખર સર કર્યા છે. અમદાવાદમાં રિક્ષા ચાલકના દીકરાએ પિતાનું નામ રોશન કર્યું તો સુરતમાં આશા વર્કરની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતાનું નામ રોશન કર્યું છે.

રીક્ષા ચાલકના દીકરાએ પરિવારનું નામ રોશન કર્યું
અમદાવાદમાં રિક્ષા ચાલકના દીકરાએ ધો.12 કોમર્સમાં 92 ટકા મેળવ્યા છે. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ફી ભરવાના પણ પૈસા નહોતા તેમ છતાં પિતાએ પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો અને પુત્રએ પણ મહેનત કરીને 92 ટકા મેળવ્યા હતા. મિતાંશુ નામનો આ વિદ્યાર્થી રોજનું 5 કલાકનું વાંચન કરતો હતો. ધો.12માં સફળતા મળ્યા બાદ હવે તેનું સપનું CA કરીને પોતાના મમ્મી અને પપ્પાને સંઘર્ષની સ્થિતિમાંથી બહાર કાઢવાનું છે.

આશા વર્કર બહેનની દીકરી ટોપર બની
બીજી તરફ સુરતમાં કોરોનાથી પિતાની છત્રછાયા ગુમાવનારી આશા વર્કરની દીકરીએ પણ સફળતા હાંસેલ કરી છે. નિધિષા પટેલ નામની આ વિદ્યાર્થિનીએ ધો.12 કોમર્સમાં 96.86 ટકા અને 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ખાસ વાત એ છે કે પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી શાળાએ તેના અભ્યાસનો સમગ્ર ખર્ચ ઉઠાવ્યો હતો. ત્યારે નિધિષાએ પણ આ માટે અથાગ મહેનત કરી જેનું ફળ હવે તેને મળ્યું છે.

ADVERTISEMENT

અકસ્માતમાં લકવાગ્રસ્ત થયેલી વિર્દ્યાર્થિની લાવી 99 પર્સેન્ટાઈલ
રાજકોટમાં અકસ્માતમાં બંને પગ લકવાગ્રસ્ત થઈ ગયા બાદ પરીક્ષા આપનારી વિદ્યાર્થિનીએ 99.77 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે. ક્રિષ્ના બારડ નામની વિદ્યાર્થિની વાપીમાં જુડોની ટૂર્નામેન્ટ રમવા ગઈ હતી. પરત આવતા તેમની કારનો અકસ્માત થયો હતો જેમાં બે વિદ્યાર્થી સહિત 3ના મોત થયા હતા. અકસ્માતમાં ક્રિષ્નાના બંને પગ લકવાગ્રસ્ત થઈ ગયા હતા. જોકે તેણે એક વર્ષ ડ્રોપ લઈને પરીક્ષા આપી હતી, જેમાં તેને સફળતા મળી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT