ધો.12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર, મોરબી જિલ્લાનું સૌથી વધુ, દાહોદનું સૌથી ઓછું પરિણામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 65.58 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1.25 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1.10 લાખ નિયમિત વિદ્યાર્થી હતા. જેમાંથી 72,166 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી રહ્યો છે. જેનું 83.22 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે આ વર્ષે પણ દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 29.44 ટકા પરિણામ આવ્યું છે.

ગત વર્ષ કરતા આ વર્ષે ઓછું પરિણામ
ગત વર્ષ કરતા આ વર્ષે 12 સાયન્સનું પરિણામ 6.50 ટકા ઓછું આવ્યું છે. ગત વર્ષે 2022માં ધો.12 સાયન્સનું 72 ટકા પરિણામ આવ્યું હતું. પરિણામમાં આ વર્ષે વિદ્યાર્થીઓએ 66 ટકા પરિણામ સાથે બાજી મારી છે. જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ તેમનાથી 2 ટકા ઓછું 64.66 ટકા રહ્યું છે. સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું 90.41 ટકા આવ્યું છે. તો દાહોદના લીમખેડાનું 22 ટકા પરિણામ આવ્યું છે.

100 ટકા પરિણામ લાવનારી શાળા ઘટી
તો 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં પણ આ વર્ષે મોટો ઘટાડો થયો છે. આ વર્ષે 27 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે, ગત વર્ષે 64 શાળા હતી. તો 76 સ્કૂલોનું 10 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે જે ગત વર્ષે 61 શાળા હતી. A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી છે. આ વર્ષે 61 વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ આવ્યો છે, ગત વર્ષે 196 વિદ્યાર્થીઓ હતા. તો 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ આવ્યો છે. A ગ્રુપના ઉમેદવારોનું 72.27 ટકા અને B ગ્રુપના ઉમેદવારોનું 58.62 ટકા પરિણામ આવ્યું છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT