BREAKING: ધો.12 બોર્ડની પરીક્ષાનું સંસ્કૃતનું પેપર રદ કરાયું, હવે આ તારીખે ફરીથી પરીક્ષા યોજાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા/ગાંધીનગર: હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેના કારણે આખું પેપર રદ કરવાની ફરજ પડી છે. ધોરણ 12નું સંસ્કૃતનું પેપર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રદ કરવામાં આવ્યું છે અને આગામી 29મી માર્ચે તેની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. બોર્ડની પરીક્ષાના નાયબ સચિવ તરુલત્તા પટેલ દ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે.

હવે ક્યારે યોજાશે સંસ્કૃતની પરીક્ષા?
ધોરણ 12ના સંસ્કૃત વિષયની પરીક્ષામાં પેપર સેટરની બેદરકારીનું પરિણામ હવે વિદ્યાર્થીઓએ ભોગવવું પડશે. સંસ્કૃતના પેપરમાં અભ્યાસક્રમની બહારના પ્રશ્નો પૂછાતા આ પેપર ફરીથી લેવામાં આવશે. આગામી 29મી માર્ચના રોજ બપોરે 3 વાગ્યે સંસ્કૃતની પરીક્ષા યોજાશે.

(વધુ વિગતો ઉમેરાઈ રહી છે)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT