BREAKING: ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર, ગત વર્ષ કરતા 13.64 ટકા ઓછું આવ્યું
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનું માર્ચ મહિનામાં લેવાયેલી ધો.12ની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 73.27 ટકા પરિણામ…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનું માર્ચ મહિનામાં લેવાયેલી ધો.12ની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 73.27 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતા 13.64 ટકા ઓછું છે. ગત વર્ષ 2022માં 86.21 ટકા પરિણામ આવ્યું હતું. આ વર્ષે 4.77 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. કચ્છ જિલ્લાનું સૌથી વધુ 84.59 ટકા પરિણામ આવ્યું છે તો દાહોદ જિલ્લાનું 57.67 ટકા પરિણામ આવ્યું છે.
કચ્છ જિલ્લાનું સૌથી વધુ પરિણામ
આ વખતે સૌથી વધુ પરિણામ મામલે કચ્છ જિલ્લાએ બાજી મારી છે. કચ્છમાં 84.59 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 54.67 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વાંગધ્રા કેન્દ્રનું સૌથી વધુ 95.85 ટકા પરિણામ છે. તો દેવગઢબારિયા કેન્દ્રનું માત્ર 36.28 ટકા પરિણામ છે. વિદ્યાર્થિનીઓએ ફરી એકવાર પરિણામમાં બાજી મારી છે અને તેમનું 80.39 ટકા પરિણામ છે, તો વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ છે.
100 ટકા પરિણામ લાવતી શાળામાં ત્રણ ગણો ઘટાડો
ગત વર્ષે 1064 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું હતું. ત્યારે આ વર્ષે માત્ર 311 શાળાનું જ 100 ટકા પરિણામ આવ્યું છે. આવી જ રીતે 10 ટકાથી ઓછું પરિણામ લાવતી શાળામાં પણ 43 ગણો વધારો થયો છે. ગત વર્ષે 1 શાળાનું પરિણામ 10 ટકાથી ઓછું હતું. ત્યારે આ વર્ષે 44 શાળામાં 90 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT