સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, એકસાથે 1.25 લાખથી વધુ લોકોએ યોગ કરીને સર્જ્યો વિશ્વ વિક્રમ
સુરત: આજે 21મી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સુરતમાં રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી…
ADVERTISEMENT
સુરત: આજે 21મી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સુરતમાં રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. સુરતમાં વાય જંક્શન ખાતે આ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક વિશ્વ વિક્રમ પણ સર્જાયો હતો.
મુખ્યમંત્રીએ પાઠવી યોગ દિવસની શુભકામના
મુખ્યમંત્રી ભૂપેન્દ્રએ આ સાથે ટ્વીટ કરીને સૌ ગુજરાતીઓને યોગ દિવસની શુભકામના પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ. યોગ માત્ર શારીરિક કસરત નથી, એ જીવનને તેની સંપૂર્ણતામાં ખીલવવાનું શાસ્ત્ર છે. દુનિયાના લાખો લોકોએ રોજિંદા જીવનમાં યોગને અપનાવીને તેના અગણિત લાભ અનુભવ્યા છે. આવો.. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ.
આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ.
યોગ માત્ર શારીરિક કસરત નથી, એ જીવનને તેની સંપૂર્ણતામાં ખીલવવાનું શાસ્ત્ર છે. દુનિયાના લાખો લોકોએ રોજિંદા જીવનમાં યોગને અપનાવીને તેના અગણિત લાભ અનુભવ્યા છે. આવો.. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ… pic.twitter.com/An9ya137hD
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 21, 2023
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, UNમાં PM મોદીએ યોગ કરીને ફરી એકવાર ભારત માતાને ગર્વ અપાવ્યું છે. આ સાથે જ તેમણે યોગના 21 યોગ સ્ટુડિયો શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. યોગ દિવસના કાર્યક્રમને લઈને સવારે 4 વાગ્યાથી લોકો આવવા લાગ્યા હતા. આ માટે 250 સ્ક્રીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, સુરતમાં આજે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં 1.25 લાખથી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા હતી. જેની સામે 1.45 લાખ જેટલા લોકો જોડાયા હતા. આ તમામ લોકો સુરત શહેરના 12 કિલોમીટર લાંબા રોડ અને બીઆરટીએસ બસ રૂટ પર બેસીને યોગ કર્યો હતો અને એક વિશ્વ વિક્રમ સર્જાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT