કોફી માટે જાણીતી STARBUCKSના પેકેટની આડમાં કચ્છમાંથી મળ્યું ચરસ
કચ્છઃ ફ્રેશ રોસ્ટેડ કોફી બીન્સ, ચા અને સ્પાઈસીઝ માટે દુનિયાભરમાં જાણીતી STARBUCKSના પેકેટની આડમાં કચ્છમાંથી ચરસ મળી આવતા ભારે ચકચાર મચી છે. આ પેકેટ પર…
ADVERTISEMENT
કચ્છઃ ફ્રેશ રોસ્ટેડ કોફી બીન્સ, ચા અને સ્પાઈસીઝ માટે દુનિયાભરમાં જાણીતી STARBUCKSના પેકેટની આડમાં કચ્છમાંથી ચરસ મળી આવતા ભારે ચકચાર મચી છે. આ પેકેટ પર એક તરફ અફ્ઘાન પ્રોડક્ટ પણ લખેલું વાચી શકાય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને પાકિસ્તાના સરહદી વિસ્તારમાંથી અવારનવાર આમ તેમ પડેલા બિનવારસી કેફી પદાર્થો મળી આવતા હોય છે. હાલમાં વધુ એક વખત એક પેકેટ મળી આવ્યું છે. આ પેકેટ બીએસએફની કાર્યવાહી દરમિયાન હાથ લાગ્યું હતું. હાલ આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અમરેલીઃ વૃદ્ધ અપંગ માતાને ખાટલામાં જ રહેંસી નાખી, પુત્રની પણ લાશ મળી
એપ્રિલ મહિનાથી અત્યાર સુધી ચરસના 29 પેકેટ મળી ચુક્યા છે.
બીએસએફ ગુજરાત દ્વારા સતત કચ્છ બોર્ડર અને ખાસ કરીને જખૌ તટ પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. હાલમાં જખૌ તટથી લગભગ 9 કિલોમીટર દૂર નિર્જન વિસ્તારમાં કુંડી બેટથી 1 ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. આ ચરસનું વજન 1 કીલો હતું. જે પેકેટ મળી આવ્યું છે તેના પર અફ્ઘાન પ્રોડક્ટ લખવાાં આવ્યું છે. આ પેકેટ પહેલા પણ આ વિસ્તારમાં ચરસના પેકેટો મળી આવી ચુક્યા છે. એપ્રિલ 2023ના મધ્યથી અત્યાર સુધી જખૌ તટથી ચરસના 29 પેકેટ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બીએસએફ દ્વારા આ વિસ્તારમાં અલગ અલગ સ્થાનો પર વ્યાપક પ્રમાણમાં તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન ચરસ મળી આવ્યું હતું.
(ઈનપુટઃ કૌશિક કાંટેચા, કચ્છ)
ADVERTISEMENT
ADVERTISEMENT