સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર એસ.ટી બસનો અકસ્માત, બસમાં સવાર 50 મુસાફરો ઈજાગ્રસ્ત, 2 ગંભીર
Surendranagar News: સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર એસ.ટી બસને અકસ્માત નડ્યો હતો. દિયોદર-જૂનાગઢ રૂટની આ બસ રોડની સાઈડના ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર…
ADVERTISEMENT
Surendranagar News: સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર એસ.ટી બસને અકસ્માત નડ્યો હતો. દિયોદર-જૂનાગઢ રૂટની આ બસ રોડની સાઈડના ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર 40થી 50 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દિયોદર-જૂનાગઢ રૂટની બસનો અકસ્માત
વિગતો મુજબ, દિયોદર-જૂનાગઢ રૂટની એસ.ટી બસને સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર અણીન્દ્રા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર દોડતી બસ એકાએક ખાડામાં ઉતરી જતા અંદર બેઠેલા મુસાફરોને ઈજા પહોંચી હતી. જેથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર મોટાભાગના મુસાફરો પોલીસ તાલીમાર્થીઓ હોવાની પણ માહિતી મળી રહી છે.
ADVERTISEMENT
બે ગંભીર ઈજાગ્રસ્તોને અમદાવાદ ખસેડાયા
અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, આથી તેમને સારવાર માટે અમદાવાદમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગરના કલેક્ટર, વઢવાણના ધારાસભ્ય સહિતના લોકોએ મેડિકલ કોલેજ પહોંચીને ઈજાગ્રસ્તોની સારવારની વ્યવસ્થા કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT