Ahmedabad News: જાહેરમાં થૂંકનારા ચેતી જજો, બે દિવસમાં 287 લોકો પાસેથી વસુલાયો રૂ.31 હજારનો દંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતાને લઈને એક્શનમાં
  • જાહેરમાં થૂંકનારા પાસેથી વસુલવામાં આવી રહ્યો છે દંડ
  • 2 દિવસમાં 287 લોકો પાસેથી વસુલાયો 31 હજારનો દંડ

Ahmedabad News: શું આપ અમદાવાદમાં રહો છો? જો આપ અમદાવાદમાં બાઈક, રિક્ષા, કાર કે અન્ય વાહનની સફર કરી રહ્યા છો તો ભૂલથી પણ રસ્તા પર થૂંકતા નહીં. કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકતા લોકોને દંડ ફટકારવાની શરૂઆત કરી દેવામાં આવી છે. છેલ્લા 2 દિવસમાં 287 લોકો પાસેથી અમદાવાદ મનપાએ 31000 રૂપિયાનો દંડ વસુલ્યો છે.

AMC કમિશનરે આપ્યો છે આદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે જાહેર સ્થળો કે દીવાલો પર થૂંકનારા અને પાન-મસાલા ખાધા પછી કચરો રસ્તા પર ફેંકનારાઓ પાસેથી દંડ વસૂલવાનો આદેશ આપ્યો છે, ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીએ અનેક લોકો પાસેથી દંડ વસૂલ્યો છે.

ખાસ ઝુંબેશ કરાઈ શરૂ

સામાન્ય રીતે રસ્તા પર ચાલતી વખતે કે વાહનોમાં મુસાફરી કરતી વખતે પાન-મસાલા ખાધા પછી કેટલાક લોકો રસ્તા પર કે દીવાલો પર થૂંકીને ગંદકી ફેલાવે છે. જેના કારણે કોઈપણ શહેર કે ગામની સ્વચ્છતા જાળવવી મુશ્કેલ બની જાય છે. પરંતુ આવા લોકોને સુધારવા અને શહેરની સ્વચ્છતા જાળવવા માટે અમદાવાદમાં એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

ADVERTISEMENT

બે દિવસમાં ઝડપાયા 287 લોકો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ. થેન્નારસને અધિકારીઓને જાહેર સ્થળોએ થૂંકનારા અને કચરો ફેંકનારાઓને દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે. માત્ર બે દિવસમાં 287 લોકો ઝડપાયા છે અને તેમની પાસેથી 31,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

50થી 500 રૂપિયા સુધીનો દંડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ગંદકી ફેલાવવા બદલ 50થી 100 રૂપિયા સુધીનો દંડ વસૂલે છે. જો વાહન દ્વારા મુસાફરી કરતા લોકો રસ્તા પર થૂંકતા પકડાય તો 50થી 500 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ગંદકી ફેલાવનારાઓ પાસેથી પ્રથમ દિવસે રૂ.16,000 અને બીજા દિવસે રૂ. 15,000નો દંડ વસૂલ્યો છે. અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવશે.

ADVERTISEMENT

આ વિસ્તારમાં કરાઈ રહી છે કાર્યવાહી

અમદાવાદ શહેરના SG હાઇવે, નારણપુરા, નવરંગપુરા, વાડજ, મણિનગર, વેજલપુર, રાણીપ, પાલડી, સાબરમતી, ચાંદખેડા, નરોડા, બાપુનગર, સૈજપુર બોઘા, ચાંદલોડિયા, IIM રોડ સહિતના વિસ્તારોમાં પાનની દુકાનો પાસે જાહેરમાં રસ્તા પર ઉભા રહીને થૂંકનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT