મહાશિવરાત્રીને લઈ સોમનાથ મંદિરમાં વિશેષ આયોજન, 42 કલાક ખુલ્લું રહેશે મંદિર

ADVERTISEMENT

somnath
somnath
social share
google news

સોમનાથ: મહાશિવરાત્રિ નિમિતે રાજ્યભરમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. આ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેમાં મહામૃત્યુંજય જાપયજ્ઞા, પાલખીયાત્રા, ચાર પ્રહરની આરતી, બિલ્વપૂજા, સોમનાથ ચોપાટી પાસે પાર્થીવેશ્વર પૂજા, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોની શૃંખલા સતત ચાલતી રહેશે.   ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ત્રણ દિવસ સુધી ભક્તોનો પ્રવાહ ઉમટશે. આથી સોમનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે સતત 42 કલાક ખુલ્લું રહેશે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે છેલ્લા ઘણા સમયથી મહાશિવરાત્રીની તૈયારીઓ થઈ રહી હતી. શિવરાત્રિ પર્વ નિમિતે સોમનાથ મહાદેવ શિવાલય વહેલી સવારના ચાર વાગ્યે ખૂલી જશે. જે સતત 42 કલાક ખુલુ રહીને તા. 19મીની રાત્રિના દસ વાગ્યે દર્શન બાદ બંધ થશે. શિવરાત્રિના દિવસે નૂતન ધ્વજારોહણ, મહામૃત્યુંજય જાપ, સાયં શણગાર , અને રાતના સાડા નવ, સાડા બાર, સાડા ત્રણ અઅને સાડા પાંચ વાગ્યે એમ કુલ ચાર વાર મહાઆરતી થશે.

વિવિધ કાર્યક્રમોનું આયોજન
18 તારીખે સવારે 4 કલાકે સોમનાથ મહાદેવ મંદિરનાં કપાટ શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલશે જે સતત 42 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવશે. તા. 18 અને તા. 19 મળી કુલ બે દિવસ દરમિયાન  મહાઆરતીઓ થશે. આ ઉપરાંત મહામૃત્યુંજય જાપયજ્ઞા, પાલખીયાત્રા, ચાર પ્રહરની આરતી, બિલ્વપૂજા, સોમનાથ ચોપાટી પાસે પાર્થીવેશ્વર પૂજા, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે. સોમનાથના મારૂતિ બીચ ખાતે પાર્થેર્શ્વર પૂજા એક સાથે 250 લોકો કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં પણ કરવામાં આવી છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

આ પણ વાંચો: કેન્સરની સારવાર માટે કચ્છમાં ઊગ્યું આશાનું કિરણ, વૈજ્ઞાનિકોએ પૃથ્વી પરના દુર્લભ કુદરતી તત્વને શોધી કાઢ્યું

ADVERTISEMENT

મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લઈ શકશે
સોમનાથ મંદિરમાં 4 પ્રહરની આરતી અને મહાપૂજા નીયત સમયે થશે. મહાશિવરાત્રીએ શિવભક્તો મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લઈ શકશે. મહાશિવરાત્રીને લઈને સોમનાથ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટે 17થી 19 ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT