AAPનો વધતો દબદબો દ. ગુજરાતમાં ભાજપને આપી શકે છે ઝટકોઃ જુઓ આ સર્વેમાં
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે જ્યારે 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. બીજા તબક્કાનું મતદાન આગામી 5…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે જ્યારે 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. બીજા તબક્કાનું મતદાન આગામી 5 ડિસેમ્બરે થવાનું છે અને તેના પરીણામોની જાહેરાત 8 ડિસેમ્બરે થવાની છે. દરમિયાનમાં ગુજરાતની રાજકીય સ્થિતિને જોતા અગાઉ કરતાં ઘણું બદલાયું છે. હવે ચૂંટણી જંગમાં માત્ર ભાજપ, કોંગ્રેસ જ પ્રમુખ પાર્ટીઓ નથી રહી. તેમાં આમ આદમી પાર્ટીનો પણ ઉમેરો થયો છે કે જે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરી રહી છે, જોકે દાવો તો કોંગ્રેસ પણ કરે છે પોતાની સરકારનો અને ભાજપ પણ. પરંતુ આ તમામ દાવાઓ વચ્ચે મતદારોનો પવન કઈ દિશામાં છે તેને કળવો મુશકેલ બની રહ્યો છે. હાલમાં જ એબીપી ન્યૂઝ ચેનલ દ્વારા એક સી વોટર ઓપિનિયન પોલ કરવામાં આવ્યો. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભાજપના અગાઉના પરિણામથી વિરુદ્ધ દિશામાં પવન ફૂંકાતો જોવા મળ્યો છે. જ્યાં ભાજપની સુરતે ગત વિધાનસભામાં લાજ રાખી લીધી હતી ત્યાં હવે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું બળ વધતું હોય તેવું આ સર્વે પરથી લાગે છે.
આપ અને કોંગ્રેસનો વોટ શેર શું?
અહીં કુલ 35 બેઠકો પરનો આ ઓપિનિયન પોલ ચેનલ દ્વારા તૈયાર કરાયો છે જેમાં 27થી 31 બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. જોકે બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ખાતા ખોલીને કોંગ્રેસના ફાળે 2થી 6 બેઠકો જ્યારે આમ આદમી પાર્ટી પાસે 1થી 3 બેઠકો જઈ રહી છે. ઉપરાંત અન્ય પણ 0થી 1 બેઠક પર સત્તા જમાવી લે તો નવાઈ નહીં તેવું આ સર્વે પરથી લાગી રહ્યું છે. અહીં વોટશેરની વાત કરીએ તો ભાજપ પાસે 49.30 ટકા, કોંગ્રેસ પાસે 26.20 ટકા, આપ પાસે 18.80 ટકા જ્યારે અન્ય પાસે 5.60 ટકા મત મળે તેવી શક્યતા છે.
(અહેવાલ એબીપી ન્યૂઝના સીવોટર ઓપિનિયન પોલને આધારિત છે)
ADVERTISEMENT
ADVERTISEMENT